
નોરા બાલાજી માટે પ્રથમ પસંદગી હતી.નોરાને નવરાશ નથી, ‘રાગિની MMS ૩’માંથી વિદાય લીધી.નોરાએ આ ફિલ્મ ભલે છોડી પણ તે અને એકતા વધુ એક પ્રોજેક્ટ પર ચર્ચા વિચારણા કરી રહ્યાં છ.એવી ચર્ચા હતી કે નોરા ફતેહીને ‘રાગિની સ્સ્જી ૩’ મુખ્ય ભૂમિકા માટે લેવામાં આવી હતી, પરંતુ ભરચક કેલેન્ડરને કારણે નોરાએ આ છોડી દેવી પડી છે, જેમાં લોસ એન્જલસમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગનો સમાવેશ પણ થતો હતો.કેટલાંક અહેવાલો અનુસાર બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તારીખોના પ્રશ્નોને કારણે આગામી ફિલ્મ ‘રાગિની MMS ૩’ માંથી બહાર નીકળી ગઈ હોવાના અહેવાલો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, “તાજેતરમાં ‘રાગિની MMS ૩’ સાથે નોરા ફતેહીના જાેડાવા અંગે અટકળો ચાલી રહી છે. હકીકતમાં, નોરા બાલાજી માટે પ્રથમ પસંદગી હતી, કારણ કે મેકર્સની ગ્લોબલ લેવલ પર લોકપ્રિયતા અને તાજેતરનાં તેનાં મ્યુઝિક ચાર્ટબસ્ટર ગીત ‘તેતેમા’ અને તેના ઇન્ટરનેશનલ કોલબરેશનના કારણે તેને સાઇન કરવા આતુર હતા. તે ભારતમાં અને વિદેશોમાં પણ સતત ધૂમ મચાવી રહી છે.”સૂત્રોએ એ પણ કહ્યું કે તેનું બહાર નીકળવાનું મુખ્ય કારણ તારીખોની વ્યસ્તતા છે. સૂત્રએ ઉમેર્યું, “જાેકે, ભરચક કેલેન્ડર અને લોસ એન્જલસમાં એક લાંબા શૂટિંગ સહિત અનેક પ્રોજેક્ટ્સ સમાંતર ચાલી રહ્યા હોવાથી, નોરાએ પ્રોજેક્ટ છોડી દેવો પડ્યો તેનાં સ્થાને, તમન્ના ભાટિયાને લીડ રોલ માટે વિચારવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “તમન્ના હવે આ ફિલ્મ સાથે જાેડાઈ છે અને તેનું હાલનું ધ્યાન બોલિવૂડ પર કેન્દ્રિત છે.”જાેકે, નોરાના ફિલ્મ છોડવાથી તેનાં અને એકતા કપૂરના સંબંધોમાં કોઈ ફરક પડ્યો નથી. ઉપરાંત એવા પણ અહેવાલો છે કે, નોરાએ આ ફિલ્મ ભલે છોડી પણ તે અને એકતા વધુ એક પ્રોજેક્ટ પર ચર્ચા વિચારણા કરી રહ્યાં છે, આમ તેમના પ્રોફેશનલ સંબંધો અકબંધ છે.
