
બોમ્બે હાઈકોર્ટ આ અંગે વચગાળાનો હુકમ પસાર કરશ.અક્ષય ડીપફેક વીડિયોના દુરુપયોગથી બચવા બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો.ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, રિષભ શેટ્ટી, નાગાર્જુન પણ અધિકારોની સુરક્ષા માટે અગાઉ કોર્ટની મદદ લીધી હતી.હવે અક્ષય કુમાર પોતાના અધિકારોની સુરક્ષા માટે કોર્ટની મદદ લેવા પહોંચ્યો છે. એઆઈ જનરેટેડ કન્ટેન્ટથી સુરક્ષા મેળવવા માટે અક્ષયે કરેલી અરજીના જવાબમાં બોમ્બે હાઇકોર્ટે બુધવારે કહ્યું કે તે અભિનેતા અક્ષય કુમારને રક્ષણ આપતો એક વચગાળાનો આદેશ પસાર કરશે, જે ડીપફેક વીડિયોથી અક્ષય પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ માંગી રહ્યો છે જે “માત્ર તેની છબિને નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેના ગંભીર પરિણામો પણ લાવે છે”.જસ્ટિસ આરિફ ડોક્ટરની બેંચે અક્ષયની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અક્ષય કુમારના પક્ષે લડતા વરિષ્ઠ વકીલ ડૉ.બિરેન્દ્ર સરાફે જણાવ્યું હતું કે, “આ કેસ ફક્ત તેમના અને તેમના પરિવાર બાબતે જ નથી, પરંતુ જનતાના મોટા હિસ્સા વિશે પણ છે. ઘણી વખત, સ્પષ્ટતા જાહેર થાય તે પહેલાં જ નુકસાન થઈ શકે છે.”અક્ષય કુમારનો દાવો તેમના વ્યક્તિત્વ અને જાહેર અધિકારોના ઉલ્લંઘન અને અનધિકૃત વ્યાપારી શોષણને રોકવા માટે છે, જેમાં તેનું નામ, સ્ક્રીન નામ ‘અક્ષય કુમાર’, તેના ફોટો, તેની નકલ, અવાજ, તેની મિમિક્રી, રીતભાત અને અન્ય ઓળખી શકાય તેવા ગુણોનો સમાવેશ થાય છે. આ દાવો AI જનરેટેડ અને ડીપફેક ફોટો અને વિડિયો, નકલી માલ, ભ્રામક જાહેરાતો, બ્રાન્ડ દ્વારા ખોટી રીતે તેની ઓળખના દુરુપયોગ અને YouTube, Facebkoo, Instagram, X (અગાઉ ટ્વિટર) અને વિવિધ ઈ-કોમર્સ વેબસાઇટ જેવા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની નકલ કરીને અક્ષય કુમારના વ્યક્તિત્વના મોટા પાયે દુરુપયોગ માટે કરવામાં આવ્યો છે.દાવામાં જણાવાયું છે, “આ કૃત્યો અરજદારની મદદની ભાવના અને પ્રતિષ્ઠાને ગંભીર અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડે છે, તેમના વ્યક્તિત્વ અને જાહેર અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જનતાને ગેરમાર્ગે દોરે છે, અને અન્યાયી સ્પર્ધા અને અન્યાયી સમૃદ્ધિ સમાન છે, જેના કારણે હાલની કાર્યવાહી જરૂરી બને છે.”વકીલ સરાફે આ સાથે ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યાે જ્યાં કુમારને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા દર્શાવવામાં આવ્યા હતા, જાેકે તેઓ આવી કોઈ ભૂમિકા ભજવી રહ્યા ન હતા. તેમણે સોશિયલ મીડિયા પર ફરતી એક ક્લિપનો પણ ઉલ્લેખ કર્યાે જેમાં અક્ષય ઋષિ વાલ્મીકિ વિશે વાત કરતો જાેવા મળે છે. સરાફે
એક જુગાર વેબસાઇટ અને બીજી સાઇટ, Akshaykumar.ai ચાલતી હોવાનો પણ ઉલ્લેખ કર્યાે, જ્યાં વેબસાઇટનો ઉપયોગ કરતા લોકો કુમારના અવાજમાં શબ્દો ઇનપુટ કરી શકે છે અને ઑડિઓ જનરેટ કરી શકે છે. વેબસાઇટમાં અન્ય વ્યક્તિત્વોનો પણ સમાવેશ થાય છે. સરાફે સ્પષ્ટતા કરી કે,“હું વેબસાઇટ બંધ કરવા માંગતો નથી, પરંતુ ફક્ત તેના અધિકારોનું રક્ષણ કરવા માંગુ છું.”આ પહેલાં અક્ષયની જેમ જ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જાેહર, રિષભ શેટ્ટી, નાગાર્જુન પણ આ પ્રકારે પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે કોર્ટની મદદ લીધી છે. આ મહિને જાણીતા ગાયિકા આશા ભોંસલે પણ પોતાના નામ, તસવીરો અને વ્યક્તિગત બાબતોની સક્ષા માટે એઆઇ જમરેટેડ ટૂલ્સની વિરુદ્ધ બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી હતી.
