
છ વર્ષે ફરીથી આ જાેડી પોતાની કોમેડી વડે ધમાલ મચાવશ.અક્ષય અને વિદ્યા બાલન સાથે અનિસ બઝમી આગામી કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.‘ભૂલ ભુલૈયા’,‘હૈ બેબી’‘થેંક યુ’ અને ૨૦૧૯માં ‘મિશન મંગલમ’ બાદ વિદ્યા અને અક્ષયની જાેડી ફરી સાથે જાેવા મળશે.બોલિવૂડ ફિલ્મ ર્નિદેશક અનિસ બઝમી ફરી એકવાર વિદ્યા બાલન અને અક્ષય કુમારની કોમેડીની ક્ષમતાને કેમેરામાં કંડારવા તૈયાર થયા છે. અક્ષય કુમારની કોમેડીની એક્ટિંગથી સૌ કોઇ પરિચિત છે, પરંતુ વિદ્યા બાલન પણ કોમેડી કરવામાં સહેજ પણ પાછી પડે તેમ નથી, કેમ કે તેણે ૨૦૦૭ની ‘ભૂલ ભુલૈયા’માં પોતાની કોમેડી કરવાની ક્ષમતાનું પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિદ્યાની કોમેડી રીલ્સના તો બોલિવૂડના લોકો પણ ફૅન છે.વિદ્યા બાલન અને અક્ષય કુમાર પોતાનાં ૨૦૨૬નાં નવા વર્ષનું સ્વાગત અનિસ બઝમીની આગામી કોમેડી ફિલ્મના શૂટિંગથી કરશે, કેમ કે હાલના અંદાજ મુજબ આ ફિલ્મનું શૂટિંગ ૧૫ થી ૨૦ જાન્યુઆરી વચ્ચે શરૂ થઇ શકે છે. વિકી લાલવાણીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલી પોસ્ટ મુજબ આ ફિલ્મનું શૂટિંગ ૧૯ જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે.
તે ઉપરાંત બે સપ્તાહ પહેલાં અનિસ બઝમીએ ‘મીડ ડે’ અખબારને આપેલાં ઇન્ટરવ્યુમાં એકરાર કર્યાે હતો કે હા, તે ૨૦૧૧ની ‘થેંક યુ’ બાદ ફરી એકવાર અક્ષયકુમાર સાથે કામ કરવા જઇ રહ્યો છે. બઝમીએ કહ્યું હતું કે ‘અમારી વચ્ચે પારસ્પારિક પ્રેમના સંબંધો છે, કેમ કે મેં જ્યારે તેમને આગામી કોમેડી ફિલ્મ વિશે વાત કરી, ત્યારે તે ખુશ થઇ ગયો હતો’.આ ઇન્ટરવ્યુનાં થોડાં દિવસો બાદ એવી પણ વાત જાણવા મળી હતી કે આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે વિદ્યા બાલન પણ જાેડાઇ રહી છે. લાલવાણીએ તેની પોસ્ટમાં કહ્યું હતું કે તેણે વિદ્યા બાલન અંગે ફિલ્મના નિર્માતા દિલ રાજુ સાથે પૃચ્છા કરી તો તેમણે પણ વિદ્યા બાલન આ ફિલ્મમાં કામ કરી રહી હોવાની વાતનું સમર્થન કર્યું હતું.ફિલ્મ ઉદ્યોગમાં જાે કે એવી અફવા ઉડી છે કે અનિસ બઝમીની સૂચિત કોમેડી ફિલ્મ ૨૦૨૫ના તામીલ ફિલ્મ ‘સંક્રાથીકી વાસ્થુનામ’ની રિમેક છે. જાે કે નિર્માતા રાજુએ આ અહેવાલને રદિયો આપતા ખુલાસો કર્યાે હતો કે આ કોઇ રિમેક નથી, ફક્ત તામિલ ફિલ્મનો વિચાર રજૂ કરાયો છે. ૨૦૧૯માં આવેલી ‘મિશન મંગલમ’ ફિલમમાં વિદ્યા બાલન અને અક્ષય કુમાર સાથે દેખાયા હતા ત્યારબાદ છ વર્ષે ફરીથી આ જાેડી પોતાની કોમેડી વડે ધમાલ મચાવવા આવી રહી છે.




