
સોનાના વાયદામાં રૂ.1296 અને ચાંદીના વાયદામાં રૂ.8011નો ફરી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.78ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.19080.54 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.153110.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14309.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37500 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.172191.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19080.54 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.153110.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37500 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1771.71 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14309.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153303ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153554 અને નીચામાં રૂ.152501ના સ્તરને સ્પર્શી, રૂ.151418ના આગલા બંધ સામે રૂ.1296 વધી રૂ.152714ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1103 વધી રૂ.125061 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.153 વધી રૂ.15626ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1337 વધી રૂ.150828 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.152624ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153385 અને નીચામાં રૂ.152336ના મથાળે અથડાઈ, રૂ.151517ના આગલા બંધ સામે રૂ.1173 વધી રૂ.152690ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.232929ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.238564 અને નીચામાં રૂ.232121ના મથાળે અથડાઈ, રૂ.228783ના આગલા બંધ સામે રૂ.8011 વધી રૂ.236794ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.8146 વધી રૂ.239657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.8145 વધી રૂ.239667ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 3191.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.14.45 વધી રૂ.1165.35ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.55 વધી રૂ.320.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.05 વધી રૂ.305.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 20 પૈસા ઘટી રૂ.186.85 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1532.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3464ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3484 અને નીચામાં રૂ.3424ના મથાળે અથડાઈ, રૂ.13 વધી રૂ.3477ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5720 અને નીચામાં રૂ.5650ના મથાળે અથડાઈ, રૂ.5642ના આગલા બંધ સામે રૂ.78 વધી રૂ.5720ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.79 વધી રૂ.5723ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.1 ઘટી રૂ.274.4 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1.4 ઘટી રૂ.274.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.960ના ભાવે ખૂલી, રૂ.1.1 ઘટી રૂ.959 થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.160 ઘટી રૂ.25500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2568ના ભાવે ખૂલી, રૂ.22 ઘટી રૂ.2570ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6062.71 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8246.99 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2716.09 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 225.82 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 10.08 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 234.09 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 13.91 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 813.07 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 705.43 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.66 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.45 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.57 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8897 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61187 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 32257 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 429895 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 61774 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8767 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19281 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 64525 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1674 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 20515 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27141 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37564 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37572 પોઇન્ટના સ્તર અને નીચામાં 37458 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 196 પોઇન્ટ વધી 37500 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.72.4 વધી રૂ.311.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા ઘટી રૂ.7.75 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.252 વધી રૂ.2020 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.77.5 ઘટી રૂ.314 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.96 વધી રૂ.7.42ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા ઘટી રૂ.0.25ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.32.5 ઘટી રૂ.251.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા વધી રૂ.7ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.742 ઘટી રૂ.1958ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.297.5 ઘટી રૂ.441 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.44 ઘટી રૂ.3.04ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.24 ઘટી રૂ.2.9 થયો હતો.




