
ફિલ્મમાં અનિલ કપૂરનો પણ રોલ હશે હર્ષવર્ધન અને મિલાપ ઝવેરી વધુ એક ફિલ્મ માટે કોલબરેશન કરશે
ફિલ્મને ટી-સીરીઝના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવશે.જાેકે આ ફિલ્મની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી
હર્ષવર્ધન રાણે દિગ્દર્શક મિલાપ ઝવેરી સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ જાેડીએ આ પહેલા ‘એક દીવાને કી દિવાનિયત’માં કામ કર્યું હતું જે ફક્ત પચ્ચીસ કરોડના બજેટમાં જ બનાવવામાં આવી હતી. અને આ ફિલ્મે બોક્સઓફિસ પર વલ્ડવાઇડ ૧૧૦ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. હવે ફરી વખત તેઓ એક નવા પ્રોજેક્ટ પર કામકરવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મને ટી-સીરીઝના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવશે.જાેકે આ ફિલ્મની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ચર્ચા અનુસાર મિલાપ ઝવેરી આ ફિલ્મમાં ફરી અનિલ કપૂરને સામેલ કરે તેવી શક્યતા છે. સ્કિર્ટ અને કાસ્ટિંગ પુરી થયા પછી ક્રિએટિવ ટીમ અને ટાઇમલાઇનને લઇને ર્નિણય લેવામાં આવશે. આ પ્રોજેક્ટ હજી પ્રી-પ્રોડકશનના એડવાન્સ સ્ટેજમાં છે. ફિલ્મસર્જક જલદી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.




