
આદિવાસી વિસ્તારોમાં ૫ નવી ઔદ્યોગિક વસાહતો થશે.ચાર શહેરોમાં i-Hub રીજનલ સેન્ટર બનશે.પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરાશે.નાણામંત્રી કનુભાઇ દેસાઈએ વર્ષ ૨૦૨૬/૨૭ માટે ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે ૨૯૦૨ કરોડ અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે ૩૦૫૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ૯૦,૦૦૦ વિદ્યાર્થીઓને સહાય માટે ૪૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
કનુભાઇ દેસાએ કહ્યું કે, સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તૃત કરતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hub ના રીજનલ સેન્ટર બનાવવામાં આવશે, જેના માટે ૮૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારની નીતિઓથી ૧૬,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે, જેના કારણે રાજ્યને “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”નો એવોર્ડ મળ્યો છે.
ગુજરાત MSME ક્ષેત્રમાં ૧૯% યોગદાન સાથે મજબૂત છે અને ૨૯ લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતું છે. આ એકમોને પ્રોત્સાહન માટે આર્ત્મનિભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ સ્જીસ્ઈ માટે ૧૭૭૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં ૨૫ GIDC ને ૧૨૫૦ કરોડના રોકાણથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ કરોડના રોકાણથી ૧૨૦ મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.
આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ ૫ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરાઈ છે.
ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનાવવા “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” હેઠળ ૬૭,૦૦૦ કરોડના મૂડીરોકાણથી ૨ લાખથી વધુ પ્રત્યક્ષ રોજગારી સર્જાઈ છે. વધુ મૂડીરોકાણ માટે ૨૭૫૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતે રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે મોખરાનું સ્થાન ધરાવ્યું છે. રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC) ની સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે.
સરકારે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ૯૦ જેટલા પાયાના ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. આ કારીગરોને વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવશે.




