
મોટાભાગનું શૂટિંંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર એક અઠવાડિયાનું શૂટ બાકી આયુષ્માન અને શર્વરી આ મહિનામાં સૂરજ બરજાત્યાની ફિલ્મનું શૂટ પૂરું કરશે ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શરવરી સિવાય અનુપમ ખેર, સીમા પહવા, સુપ્રિયા પાઠક અને શાદ રંધાવા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ વિશે સતત અપડેટ્સ આવતી રહે છે. તાજેતરની માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. સૂરજ બડજાત્યા એક મહિનામાં ફિલ્મનું શૂટ પુરૂં કરશે એવી શક્યતા છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “ફિલ્મનું શૂટિંગ ખૂબ જ સ્મૂથ રીતે ચાલી રહ્યું છે.
મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર એક અઠવાડિયાનું શૂટ બાકી છે.”સુત્રે આગળ ઉમેર્યું, “અંતિમ શીડ્યુલ એપ્રિલ મહિનાનાં છેલ્લાં અઠવાડિયામાં અથવા મેના પ્રથમ અઠવાડિયામાં થશે, ત્યારબાદ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ પૂર્ણ થઈ જશે. ફિલ્મના બંને મુખ્ય કલાકારો આયુષ્માન ખુરાના અને શર્વરી આ શીડ્યુલનો ભાગ બનશે.”આ ફેમિલી એન્ટરટેનર રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. અગાઉ ૨૦૨૨ની ફિલ્મ ‘ઊંચાઈ’ પછી બંને પ્રોડક્શન હાઉસ ફરી સાથે કામ કરી રહ્યાં છે.આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શરવરી સિવાય અનુપમ ખેર, સીમા પહવા, સુપ્રિયા પાઠક અને શાદ રંધાવા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.જાન્યુઆરીમાં શાદ રંધાવાએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું, “આ એવી ફિલ્મ છે જે માત્ર સૂરજજી જ બનાવી શકે. આ ફિલ્મ પરિવાર, મૂલ્યો અને પ્રેમ વિશે છે. તેમાં દાદા-દાદી, નાની, બૂઆ — એ પ્રકારની ફેમિલી સ્ટોરી છે. આ સંબંધોને સ્પર્શે છે અને સુંદર લવ સ્ટોરી પણ કહે છે. લાંબા સમયથી આવી ફેમિલી એન્ટરટેનર ફિલ્મ જાેવા મળી નથી.”આ ફિલ્મથી ફરી એક વાર સૂરજ બડજાત્યાની ક્લાસિક ફેમિલી ડ્રામાની ઝલક જાેવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.




