
માત્ર યુદ્ધજહાજનું નામ ‘કવચ’ રખાયું.સેન્સર બોર્ડે બોર્ડર ૨ને કોઈ ડાયલોગ કે એક્શન કટ વગર મંજૂરી આપી.માત્ર ત્રણ દિવસમાં, ફિલ્મે ઓપનિંગ ડે માટે દેશભરમાં લગભગ ૨ લાખ ટિકિટ્સ વેચી દીધી છે.વર્ષની પહેલી મોટી ફિલ્મ બોર્ડર ૨ ૨૩ જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મને લઈને ઘણો ઉત્સાહનો માહોલ છે. જાેકે, સેન્સરની પ્રક્રિયામાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ બુધવારે ૨૩ જાન્યુઆરીના રોજ ટીમને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું હતું. મહત્વનું છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મના કોઈપણ ડાયલોગ અથવા એક્શન સીનમાં કટ સૂચવ્યો નથી. એટલે કે, તમામ એક્શન સીન જેમના તેમ જ રાખવામાં આવ્યા છે. જાેકે, સેન્સરે કેટલાક નાના ફેરફારો સૂચવ્યા હતા. નિર્માતાઓને ક્રેડિટ્સમાં સની દેઓલના પાત્ર માટે ફતેહ સિંહનું સાચું નામ ઉમેરવા માટે કહેવામાં આવ્યું. સેન્સરના સુચનો અનુસાર, ફિલ્મમાં જ્યાં જ્યાં વૉર પ્લેન પર ભારતીય ધ્વજના દ્રશ્યો હતા, ત્યાં તે વિઝ્યુઅલ્સ બદલી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત યુદ્ધજહાજનું નામ બદલીને ‘કવચ’ રાખવામાં આવ્યું. વીર જવાનો અંગે આપેલી માહિતીનો પડદા પર આવવાનો સમય અને ફોન્ટ સાઇઝ વધારવામાં આવી.નિર્માતાઓની વિનંતી મુજબ, જાહેર ડોમેઇનમાં ઉપલબ્ધ દસ્તાવેજાે સેન્સરની એક્ઝામિનિંગ કમિટીના સભ્યોને સબમિટ કરવામાં આવ્યા. અંતમાં, નિર્માતાઓને સૈનિકોના ખભા પર દર્શાવાયેલ એમ્બ્લેમ સાચું છે કે નહીં તેની ફરી તપાસ કરવા માટે કહેવામાં આવ્યું. પ્રોડ્યૂસરોએ ખાતરી કરી કે તે યોગ્ય રીતે દર્શાવાયું છે અને આ બાબતની ખાતરી તેમણે આર્મી તેમજ મેજર હોશિયાર સિંહ દાહિયા – જેમનો રોલ વરુણ ધવન ભજવે છે, તેમના પરિવાર સાથે પણ કરી છે.
આ ફેરફારો કર્યા બાદ, બોર્ડર ૨ને ેં/છ ૧૩+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તેને ૧૬+ રેટિંગ ન મળવું એ સૂચવે છે કે ફિલ્મમાં અતિશય હિંસક અથવા લોહીલૂહાણ દૃશ્યોનું પ્રમાણ વધારે નથી. સેન્સર સર્ટિફિકેટ મુજબ ફિલ્મની લંબાઈ ૧૯૯.૦૭ મિનિટ એટલે કે ૩ કલાક, ૧૯ મિનિટ અને ૭ સેકન્ડ છે.છેલ્લા બે દિવસથી ફિલ્મના એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ચૂક્યા છે, તેના પરથી ટ્રેન્ડના નિષ્ણાતો માને છે કે સની દેઓલની આ ફિલ્મ ધુરંધર અને છાવાને પાછળ છોડી શકે છે અને ગદ્દર ૨ને પણ ટક્કર આપી શકે છે.એડવાન્સ બુકિંગના ટ્રેન્ડ્સ જાેતા બોર્ડર ૨ની શરૂઆત ધમાકેદાર થવાની શક્યતા છે. ભારતમાં એડવાન્સ બુકિંગ બુધવારે શરૂ થયું હતું. માત્ર ત્રણ દિવસમાં, ફિલ્મે ઓપનિંગ ડે માટે દેશભરમાં લગભગ ૨ લાખ ટિકિટ્સ વેચી દીધી છે. સેકનિકના આંકડાઓ મુજબ, ગુરુવાર સવારે ૯ વાગ્યા સુધી ફિલ્મનું પહેલા દિવસનું એડવાન્સ ગ્રોસ ૫.૭૫ કરોડને સ્પર્શી રહ્યું છે. જ્યારે બૂકમાય શો પર ફિલ્મની પ્રતિ કલાક લગભગ ૪,૦૦૦ ટિકિટ્સ વેચાઈ રહી છે, જેમાં મંગળવારની તુલનામાં ૧૦૦% વધારો થયો છે. ગુરુવારે મોડી રાત સુધીમાં એડવાન્સ બુકિંગ ૧૦ કરોડ પાર કરવાની શક્યતા છે.ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે બોર્ડર ૨નું ઓપનિંગ ડે કલેકશન સહેલાઈથી ધુરંધરના ૨૮ કરોડ અને છાવાની ૩૧ કરોડની કમાણીને પાછળ છોડી શકે છે. હાલના અંદાજ મુજબ, ફિલ્મ ૩૨-૩૫ કરોડ નેટ સાથે ઓપન થવાની સંભાવના છે. જાે વર્ડ ઑફ માઉથ સારું રહ્યું અને નાના શહેરોમાં સ્પોટ બુકિંગ વધ્યું, તો ફિલ્મ ૪૦ કરોડનો આંકડો પણ પાર કરી શકે છે અને એ સ્થિતિમાં ગદ્દર ૨નાં ૪૦.૧ કરોડના ઓપનિંગનો રેકોર્ડ પણ તૂટી શકે છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ફિલ્મની સારી ઓપનિંગની અપેક્ષા છે.




