
ઓસ્કારના અંતિમ નોમિનેશનમાં સ્થાન ન મળ્યું.ફિલ્મ હોમબાઉન્ડ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ.વિશાલ જેઠવા આ ફિલ્મમાં ચંદનકુમાર વાલ્મિકીનો રોલ કરે છે, જે ઇશાન ખટ્ટરનો મિત્ર છે.વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની ફિલ્મ હોમબાઉન્ડ ૯૮મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી ઓફિશીયલ એન્ટ્રી હતી. પરંતુ આ ફિલ્મ ઓસ્કારના ફાઇનલ નોમિનેશનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. આ અંગે વિશાલ જેઠવાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવનાર આ ફિલ્મ તેના દિલથી હંમેશા નજીક જ રહેશે. ગુરુવારે સાંજે ઓસ્કારના ફાઇનલ નોમિનેશનલ જાહેર થયાં હતાં. ત્યારે વિશાલ જેઠવાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “અમને ફાઇનલ નોમિનેશનમાં ભલે સ્થાન ન મળ્યું, પરંતુ છેલ્લી ૧૫ ફિલ્મમાં પહોંચ્યા એ પણ અમારા માટે સન્માનજનક વાત છે.”વિશાલ જેઠવા આ ફિલ્મમાં ચંદનકુમાર વાલ્મિકીનો રોલ કરે છે, જે ઇશાન ખટ્ટરનો મિત્ર છે. વિશાલે કહ્યું, “આ ફિલ્મનો હિસ્સો બની શક્યો એ બાબતે હું હંમેશા ટીમનો આભારી રહીશ.”વિશાલે થોડી નિ:રાશા પણ વ્યક્ત કરી, તેણે કબૂલ્યું કે તેને આશા હતી કે ફિલ્મ નોમિનેશનમાં આગળ વધશે એવી આશા હતી. વિશાલ કહે છે, “આપણે ભલે એવું કહીએ કે આપણે બહુ અપેક્ષાઓ ન રાખવી જાેઈએ તો પણ જ્યારે આટલા આગળ વધી જઈએ તો થોડી તો અપેક્ષા પણ વધે જ છે.
ભલે ગમે તેટલા લોકોએ ફિલ્મ જાેઈ હોય પણ જેમણે જાેઈએ એમણે ફિલ્મ વખાણી છે અને વાર્તાને મજબુત ગણાવી છે, એ જ વાત અમને એક સિદ્ધિ જેવી લાગે છે.” વિશાલે પ્રોડ્યુસર કરણ જાેહર અને ડિરેક્ટર નીરજ ઘેવાન અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર માર્ટીન સ્કોરસીસ સહીતના લોકોનો આભાર માન્યો હતો. વિશાલે કહ્યું કે આ સફરમાંથી તેને ઘણું શીખવા મળ્યું છે. આ મુદ્દે વિશાલે કહ્યું, “આ ફિલ્મના સમગ્ર અનુભવે, પછી તે શૂટિંગ હોય, ઓસ્કારનું કેમ્પેનિંગ હોય કે પછી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં ફિલ્મ સાથે જવાનું હોય, આ પ્રક્રિયાએ મને ઘણો બદલ્યો છે. મારા માટે આ અનુભવ ઘણો આઝાદીનો અનુભવ કરાવનારો મળ્યો છે. હું મારી જાતને વધુ સારી રીતે સમજી શક્યો છું અને મને ઘણો આત્મવિશ્વાસ પણ મળ્યો છે. ઘણી વખત મને ડર લાગે છે કે આ બધું ખતમ થાય પછી હું આ બધું શીખ્યો છું એ અને આ આત્મવિશ્વાસ ગુમાવી ન દઉં, એક વ્યક્તિ તરીકે હું તે ગુમાવી ન શકું.”




