
ડેવિડ MCU નો નવો બ્લેક પેન્થર બનશે હવે ‘બ્લેક પેન્થર ૩’માં ટી’ચાલાના પુત્રની ભૂમિકામાં ડેવિડ જોનસન જોવા મળશે ફ્રેન્ચાઈઝીના જાણીતા કલાકારો લેટિશિયા રાઈટ અને વિન્સ્ટન ડ્યુક પણ ફિલ્મમાં શુરી અને એમ’બાકુના પાત્રમાં ફરી જોવા મળશે
હોલિવૂડ એક્ટર ડેવિડ જોનસન, જેણે ‘એલિયન: રોમ્યુલસ’ અને ‘ધ લોંગ વૉક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યાે છે, તે હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં નવા બ્લેક પેન્થર તરીકે જોવા મળશે. તે ‘બ્લેક પેન્થર ૩’માં ટી’ચાલાના પુત્ર પ્રિન્સ ટી’ચાલા ની મુખ્ય ભૂમિકા ભજવશે.૧૫ ડિસેમ્બર, ૨૦૨૮ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું દિગ્દર્શન રાયન કુગલર કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રિન્સ ટી’ચાલા ને યુવાન અવસ્થામાં દર્શાવવામાં આવશે. આ પાત્રનો પરિચય ૨૦૨૨માં આવેલી ‘બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર’માં એક બાળક તરીકે કરાવવામાં આવ્યો હતો.સાન ડિએગો કોમિક-કોન દરમિયાન રાયન કુગલર અને માર્વેલ સ્ટુડિયોઝના પ્રમુખ કેવિન ફીજે ડેવિડ જોનસનને માર્વેલના આગામી બ્લેક પેન્થર તરીકે રજૂ કર્યાે છે.ફિલ્મ એક કમિંગ-ઓફ-એજ સ્ટોરી હશે, જેમાં ટી’ચાલા પોતાના પિતા ટી’ચાલાના વારસાનો ભાર સંભાળતા વાકાંડાના સિંહાસન પર પોતાનો હક સ્થાપિત કરવાની સફર શરૂ કરશે.ળેન્ચાઈઝીના જાણીતા કલાકારો લેટિશિયા રાઈટ અને વિન્સ્ટન ડ્યુક પણ ફિલ્મમાં શુરી અને એમ’બાકુના પાત્રમાં ફરી જોવા મળશે.૨૦૨૦માં અભિનેતા ચેડવિક બોઝમેનનું કોલોન કેન્સરના કારણે નિધન થયાં બાદ ‘વાકાંડા ફોરએવર’માં લેટિશિયા રાઈટે બ્લેક પેન્થરની જવાબદારી સંભાળી હતી. તે જ ફિલ્મમાં ટી’ચાલા અને નાકિયાના પુત્ર તરીકે ટી’ચાલા નું પાત્ર પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું.કોમિક-કોન દરમિયાન કેવિન ફાઈગીએ ખુલાસો કર્યાે કે ડેવિડ જોનસનની પસંદગી એક મુલાકાત બાદ થઈ હતી. તેમણે કહ્યું, “અમે હજુ નવા બ્લેક પેન્થરની શોધ શરૂ પણ કરી નહોતી. ઓસ્કાર બાદ રાયન સાથે બેસીને આ પ્રક્રિયા શરૂ કરવાની યોજના હતી. પરંતુ રાયને એક હોટેલમાં ગુપ્ત રીતે ડેવિડને મળ્યા અને ત્યારબાદ મને ફોન કરીને કહ્યું – ‘આ જ વ્યક્તિ છે. મને મારા અંતરમાં લાગ્યું કે આ જ આગામી બ્લેક પેન્થર બનશે.’”‘બ્લેક પેન્થર’ની પ્રથમ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને વિશ્વભરમાં આશરે ૧.૩ અબજ ડૉલરની કમાણી કરી હતી. ફિલ્મને સાત ઓસ્કાર નોમિનેશન મળ્યા હતા, જેમાં બેસ્ટ પિક્ચરનો સમાવેશ થતો હતો.ચેડવિક બોઝમેનના અવસાન બાદ રાયન કુગલરે ફિલ્મની વાર્તામાં ફેરફાર કરીને શુરીને બ્લેક પેન્થરની ભૂમિકામાં રજૂ કરી હતી. આ દરમિયાન ચાહકોને લેટિશિયા રાઈટને ફરી બ્લેક પેન્થર તરીકે જોવા માટે વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે તે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’માં પણ મહત્વનાં રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે.




