
યુટ્યુબર ધ્રુવ રાઠી શું કર્યો ઘટસ્ફોટ?.અભિનેત્રી દીપિકા પાદુકોણએ સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે?.વિડિઓમાં રાઠીએ દાવો કર્યો છે કે કાજાેલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છ.રણવીર સિંહ ની ફિલ્મ ‘ધુરંધર’ પર કંટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠી એ હવે બોલિવૂડ અભિનેત્રીઓને સ્કિનને ચમકાવતી સારવાર કરાવવા બદલ આકરી ટીકા કરી છે, જેમાં અભિનેતાની પત્ની, અભિનેત્રી દીપિકા પાદુકોણ નો પણ સમાવેશ થાય છે. યુટ્યુબ પર ‘ધ ફેક બ્યુટી ઓફ બોલિવૂડ સેલિબ્રિટીઝ’ નામના ધ્રુવ રાઠીના તાજેતરના વિડિઓમાં રાઠીએ દાવો કર્યાે છે કે કાજાેલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે. પરંતુ, તેમના આરોપો દીપિકાના ચાહકોને પસંદ ન આવ્યા અને તેઓ સોશિયલ મીડિયા પર તેનો બચાવ કરવા માટે પહોંચી ગયા છે.તેણે વીડિયોમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફ ઈશારો કરતા કહ્યું”જે સુંદરતાને તમે ભગવાનની ભેટ માનો છો, તે ખરેખર ડૉક્ટરની ભેટ બની ગઈ છે.’ આ પછી, તેણે કેટલીક કોસ્મેટિક સર્જરી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કર્યાે, જેમાં નોઝ જાેબ, લિપ ફિલર, ચરબી દૂર કરવી, જડબાના વિસ્તરણ, ફેસ લિફ્ટ, બોટોક્સ અને અન્યનો સમાવેશ થાય છે, અને આરોપ લગાવ્યો કે મોટાભાગના બોલિવૂડ અને હોલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય લોકોને અસુરક્ષિત અનુભવ કરાવવા માટે આ કરાવે છે. ત્યારબાદ તેણે ઘણા સેલિબ્રિટીઓની ક્લિપ્સ બતાવી જેમાં તેઓ સ્વીકારે છે કે તેઓએ સર્જરી કરાવી છે, અને જે લોકોએ જાહેરમાં સ્વીકાર્યું નથી તેને ખોટા સાબિત કર્યા હતા.બોટોક્સ ઉપરાંત યુટ્યુબરે બિપાશા બાસુ, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, કાજાેલ અને પ્રિયંકા ચોપરા જેવી ઘણી અભિનેત્રીઓના નામ પણ સૂચિબદ્ધ કર્યા, અને દાવો કર્યાે કે તે બધાએ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે.
તેણે એમ પણ કહ્યું કે આવી અભિનેત્રીઓ ચોક્કસ ગ્લુટાથિઓન ઇન્જેક્શન લે છે, તેણે એ પણ કહ્યું કે “તેની કરિયરની શરૂઆતમાં તેનો સ્કિન કલર ઘાટો દેખાતો હતો, પરંતુ હવે તે લાઈટ થઈ ગયો છે, પરંતુ સનલાઇટમાં ઓછું જવાથી અને ક્રીમ લગાવવાથી સ્કિન કલરમાં ફેરફાર થાય છે. તેણે એવો પણ દાવો કર્યાે કે અભિનેતા શેફાલી જરીવાલાનું મૃત્યુ ખાલી પેટ એન્ટી એજિંગ ઇન્જેક્શન લેવાને કારણે થયું હતું.જાેકે રાઠીનો લેટેસ્ટ વીડિયો નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો ન હતો. ઘણા ચાહકોએ દીપિકા પાદુકોણનો બચાવ કર્યાે હતો, અને કન્ટેન્ટ-ક્રિએટરના દાવાઓની ટીકા કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે “ફાઇનલ કટમાં લાઇટિંગ મદદ કરે છે અને એડિટિંગ પણ થાય છે. મને નથી લાગતું કે તેને કોઈ ટ્રીટમેન્ટ મળી છે,” બીજા ચાહકે કમેન્ટ કરી કે “તેની નાનપણની તસવીરો જુઓ, તે એટલી બધી શ્યામ નહોતી. ભાગ્યે જ મીડયમ સ્કિન ટોન. તેથી તે ૨૦૦૦ ના દાયકાના ટેન ફેશન ટ્રેન્ડને અનુસરી રહી હતી જેમ કે ઐશ્વર્યાએ ધૂમ ૨ માટે કર્યું હતું. એક ફેનએ લખ્યું કે “તે ધુરંધરની વિરુદ્ધ હતો, તેથી સ્વાભાવિક રીતે તેણે બેસ્ટ ટાર્ગેટ પસંદ કર્યાે હતો.’’




