
રિયા આહિર અને લવ ગિલ વચ્ચે ટક્કર ‘બિગ બોસ ૨૦’ની પ્રથમ ટિકિટ કોને મળશે તે ફેન્સ નક્કી કરશે આ વખતે બિગ બોસના ઘરમાં પ્રવેશનારી પ્રથમ કન્ટેસ્ટન્ટની પસંદગી સીધી દર્શકોના વોટિંગ દ્વારા કરવામાં આવશે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ પોતાની ૨૦મી સિઝન સાથે આગામી ૬ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોના લોન્ચિંગ પહેલાં જ નિર્માતાઓએ દર્શકો માટે એક મોટો ટ્વિસ્ટ જાહેર કર્યાે છે. આ વખતે બિગ બોસના ઘરમાં પ્રવેશનારી પ્રથમ કન્ટેસ્ટન્ટની પસંદગી સીધી દર્શકોના વોટિંગ દ્વારા કરવામાં આવશે. આ ખાસ ટિકિટ માટે મુંબઈની મોડલ રિયા આહિર અને પંજાબની સોશિયલ મીડિયા સેલિબ્રિટી લવ ગિલ વચ્ચે મુકાબલો છે. દર્શકો એપ પર ૨ સપ્ટેમ્બર સુધી પોતાના મનપસંદ દાવેદારને મત આપી શકશે.Gen-Z દર્શકોને આકર્ષવા માટે મેકર્સે આ વખતે ડિજિટલ સેલિબ્રિટીઝ પર મોટો દાવ લગાવ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે બંનેના સમર્થનને લઈને જાેરદાર ચર્ચા ચાલી રહી છે. જાે બેમાંથી જેને પસંદ ન કરવામાં આવે એનો એક ચાન્સ પહેલેથી જ ખોવાઈ જાય એ બની શકે છે. આથી આ એક માર્કેટિંગ હોય એવું બની શકે છે.શોના નવા પ્રોમોમાં સલમાન ખાને ખુલાસો કર્યાે છે કે આ સિઝનમાં ૧ નહીં પરંતુ ૨ અલગ-અલગ ઘરો બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેણે સંકેત આપ્યો હતો કે ઘરની બહાર થઈ ગયેલા સ્પર્ધકોને બીજી તક આપીને ફરીથી બિગ બોસ ૨૦ના ઘરમાં લાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિવિધ પ્રાદેશિક ભાષાઓ સહિત બિગ બોસના કુલ ૬ અલગ-અલગ વર્ઝન એકસાથે ટેલિકાસ્ટ થવાના છે. જેમાં સૌથી પહેલાં ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ વાપસી કરી રહેલો ‘બિગ બોસ બાંગ્લા’ ટેલિકાસ્ટ થશે, જેનું હોસ્ટિંગ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કરી રહ્યો છે.




