
સ્ટાર ક્રિકેટરની બહેનનો ધડાકો.જાણીતા ડિરેક્ટરે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી : માલતી ચહર.છોકરીઓએ એ માનીને ચાલવું જાેઈએ કે છોકરાઓ પોતાના પાવર અને પોઝિશન અને ફાયદો ઉઠાવશે.ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર તાજેતરમાં બિગ બોસ ૧૯માં જાેવા મળી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી, તેણે ઘરની અંદર અને ઇન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે ચર્ચા કરી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી. તેણે યાદ કર્યું કે, કેવી રીતે એક વૃદ્ધ ફિલ્મ ફિલ્મમેકરે એકવાર તેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યાે હતો.એક ઇન્ટરવ્યુમાં માલતીએ કહ્યું, “હા, ક્યારેક-ક્યારેક આવું બન્યું છે. એકાદ-બે વાર લોકોએ ચાન્સ માર્યાે હશે. પરંતુ લોકો તમારી બૉડી લેંગ્વેજથી સમજી જાય છે. લોકો અહીં ખૂબ સ્માર્ટ છે. તે તમારો નેચર જાણ છે. એક-બે લોકોએ વાત કરી, એક તો દુર્વ્યવહાર પણ કર્યાે પરંતુ, બાકી બધા સમજદાર નીકળ્યા.
તેઓ તમારી બૉડી લેંગ્વેજ પરથી સમજી જાય છે, જે બેકગ્રાઉન્ડથી હું આવું છું, મારા પપ્પા એરફોર્સમાં રહ્યા છે તો મારી વાતમાં એ ઝલકે છે. ઇન્ડસ્ટ્રીમાં આ બધી વસ્તુઓ જે થઈ રહી છે, તેના માટે છોકરીઓ જવાબદાર છે. છોકરીઓએ એ માનીને ચાલવું જાેઈએ કે છોકરાઓ પોતાના પાવર અને પોઝિશન અને ફાયદો ઉઠાવશે જ. છોકરીઓએ તેમની વાતોમાં ન આવવું ન જાેઇએ. આ વાતચીત દરમિયાન માલતીએ કહ્યું કે, એક પોપ્યુલર ડિરેક્ટરે તેને ઓફિસમાં કિસ કરવાનો પ્રયાસ કર્યાે હતો. આ એક પ્રોજેક્ટને લઈને અવાર-નવાર તેને મળતી હતી, તો જ્યારે કામ પૂરુ થઈ ગયું તો માલતીએ તેને સાઇડથી હગ કર્યું. તેની બદલે ડિરેક્ટરે તેને હોઠ પર કિસ કરવાનો પ્રયાસ કર્યાે હતો. માલતીએ કહ્યું, “હું સ્તબ્ધ થઈ ગઈ. મને સમજાયું નહીં કે શું થયું. મેં તેને ત્યાં જ ચૂપ કરી દીધો અને ફરી ક્યારેય તેને મળી પણ નહીં. તે ઘણો વૃદ્ધ છે અને હું તેને પિતા સમાન માનતી હતી. તે ઘટનાએ મને શીખવ્યું કે કોઈને પણ મારા પિતા ન માનો. બધાથી દૂર રહો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઉંમરનો માણસ આવું કામ કરી શકે છે. મને બહુ ગસ્સો આવ્યો હતો.”




