
માનુષીએ પોતાને ‘મોર્નિંગ પર્સન’ પણ ગણાવી વજન કાંટા પર દેખાતા આંકડા ફિટનેસનો માપદંડ નથી : માનુષી
પહેલાં કરતાં હાલ મારું વજન વધારે છે, પરંતુ સાથે જ શરીર વધુ મજબૂત પણ છું. એટલે લાગે છે કે આ વધારું વજન મસલ્સનું છે
માનુષી છિલ્લર મિસ વર્લ્ડ પીજનમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યા પછી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કરી રહી છે, ત્યારે તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે વાતો કરી હતી. બુધવારે માનુષીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આસ્ક મી એનીથિંગમાં પોતાનાં ફૅન્સ સાથે વાતો કરી હતી.
જેમાં તેણે જણાવ્યું કે જાે તેનાં હાથમાં હોય તો તે ઇચ્છે છે કે વિશ્વના દરેક વ્યક્તિને સ્વસ્થ જીવન માટે જરૂરી મૂળભૂત સંસાધનો — જેમ કે શુદ્ધ ખોરાક અને પાણી, આરોગ્ય સેવાઓ અને શુદ્ધ હવા — સરળતાથી ઉપલબ્ધ થાય.એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પૂછ્યું, “જાે તમે દુનિયામાં એક વસ્તુ બદલી શકતા હો, તો એ શું હશે?”આ પ્રશ્નનો જવાબ આપતાં માનુષીએ કહ્યું, “જાે હું દુનિયામાં એક વસ્તુ બદલી શકું, તો હું ઇચ્છીશ કે દરેકને મૂળભૂત સંસાધનો ઉપલબ્ધ થાય. ઓછામાં ઓછું જીવન માટે જરૂરી આધારભૂત સુવિધાઓ તો સૌને મળવી જ જાેઈએ.”જ્યારે અન્ય એક નેટિઝને પૂછ્યું કે ફ્રી ટાઈમમાં તેમને શું કરવું ગમે છે, ત્યારે તેણે હળવાશથી કહ્યું કે તેને લાગ્યું હતું કે તે પુસ્તક વાંચતી હશે, પરંતુ હાલમાં તો તે ઈન્સ્ટા પર આસ્ક મી એનીથિંગ સેશન કરી રહી છે.માનુષી સોશિયલ મીડિયા પર આવી જીવંત અને ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પોતાના ચાહકો સાથે સતત જાેડાયેલી રહે છે.ફિટનેસ અંગે પોતાનાં વિચારો શેર કરતાં માનુષીએ જણાવ્યું કે તેનાં માટે વજન કાંટા પર દેખાતા આંકડા ફિટનેસનો માપદંડ નથી. તેણે કહ્યું, “હું ફિટનેસ માટે વજનને પરિમાણ તરીકે જાેતી નથી. હકીકતમાં પહેલાં કરતાં હાલ મારું વજન વધારે છે, પરંતુ સાથે જ શરીર વધુ મજબૂત પણ છું. એટલે લાગે છે કે આ વધારું વજન મસલ્સનું છે.”પ્રશ્નોના જવાબ આપતાં માનુષીએ પોતાને ‘મોર્નિંગ પર્સન’ પણ ગણાવી, પરંતુ ઉમેર્યું કે તેનાં કામનાં કારણે તેને ‘નાઈટ આઉલ’ બનવું પડ્યું છે.




