
રામલીલા મહાસંઘે આપી ચેતવણી રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં રણબીર કપૂરવાળી રામાયણ ફિલ્મમાં એવા ઘણા સીન છે જે દેશ-વિદેશમાં વસતા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે રણબીર કપૂરના અભિનયવાળી રામાયણ હવે સોશિયલ મીડિયાની સાથે-સાથે દેશભરમાં ચર્ચાનો એક મોટો વિષય બની ચૂકી છે. નવી દિલ્હીની શ્રી રામલીલા મહાસંઘે તેના રિલીઝ થતા પહેલા જ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. મહાસંઘે દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મને લઈને કેટલીક માંગણીઓ મૂકી છે, જેની સાથે-સાથે તેમણે મેકર્સને ચેતવણી પણ આપી છે.રામાયણ ફિલ્મને લઈને શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખની માંગ છે કે ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરતા પહેલા તેને તેમના પ્રતિનિધિ મંડળને બતાવવામાં આવે. તેમણે આ માટે ફિલ્મના મેકર્સ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાને એક લેટર પણ લખ્યો છે, જેમાં તેમની માંગનો ઉલ્લેખ કર્યાે છે. તેઓ આવું એટલા માટે કરવા માંગે છે જેથી ફિલ્મની રિલીઝ પછી કોઈપણ હિન્દુઓની ભાવનાઓને ઠેસ ન પહોંચે.મહાસંઘના પ્રમુખ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાને લખેલા લેટરમાં તેમને યાદ અપાવ્યું છે કે આ પહેલા ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આવી હતી, જેમાં પ્રભાસ, સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ હતા. તેના પણ ઘણા સિન્સ પર સનાતની અને રામાલીલા મંચન સાથે જાેડાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સિન્સમાં સોનાની લંકાને કાળી બતાવવી, મહાજ્ઞાની રાવણને મંગોલ લૂંટારાઓ અને તેમની સેનાને રાક્ષસોની સેના જેવા ઘણા સિન્સ હતા. તે ફિલ્મનું પરિણામ એ રહ્યું કે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.પત્રમાં આગળ જણાવ્યું કે તેમને મળેલી અધિકૃત માહિતી મુજબ રણબીર કપૂરવાળી રામાયણ ફિલ્મમાં એવા ઘણા સીન છે જે દેશ-વિદેશમાં વસતા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. એવામાં શ્રી રામાલીલા મહાસંઘ આ ફિલ્મને રિલીઝ પહેલા એક સ્પેશિયલ શોમાં જાેઈને નિશ્ચિત કરવા માંગે છે કે જાે ફિલ્મમાં એવો કોઈ વિવાદાસ્પદ સીન અથવા સંવાદ છે તો તેને રિલીઝ કરતા પહેલા હટાવી દેવામાં આવે. તેમણે ફિલ્મના મેકર્સને ચેતવણી આપી છે કે જાે આવું નહીં કરવામાં આવે તો દિલ્હી સહિત અન્ય રાજ્યોના થિયેટરોની બહાર હિન્દુ સંગઠનો સાથે શ્રી રામાલીલા મહાસંઘના હજારોની સંખ્યામાં વિરોધ અને ધરણા પ્રદર્શન કરશે.
Related posts:
- શૂજિત સરકારની માથોલોજિકલ હ્યુમર ફિલ્મ: રાજકુમાર રાવ–મનોજ બાજપાઈ સાથે 2026માં શૂટ શરૂ ૨૦૨૬ની શરૂઆતમાં આ ફિલ્મનું શૂટ શરૂ થશેશૂજિત સરકારની માઈથોલોજિકલ હ્યુમરમાં રાજકુમાર રાવ સાથે મનોજ બાજપાઈ દેખાશે.ફિલ્મમેકર તેમની વિકી...
- Anurag Kashyapની ‘Bandar’ અને Yashની ‘Toxic’ 5 જૂને બોક્સ ઓફિસ પર ટકરાશે અગાઉ વૈશ્વિક ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે.બોબી દેઓલની બંદર યશની ટોક્સિક સાથે બોક્સ ઓફિસ પર ટકરાશેે.અગાઉ વરુણ ધવને...
- પ્રિયંકા ચોપરા મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં ખાસ કેમિયો કરશે, તાન્યા મુખ્ય ભૂમિકામાં અમરી ફિલ્મ અમૃતા શૅરગિલના અસાધારણ જીવનને રજૂ કરશે.પ્રિયંકા મીરા નાયરની અમૃતા શૅરગિલની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે.મીરા નાયરે અગાઉ...




