
સલમાન ખાનનો ૬૦મો જન્મદિન ૨૭ ડિસેમ્બરે છે ૬૦ વર્ષે પણ હું આવો જ જાેવા મળીશ: સલમાન ખાન ૨૭મીએ ૬૦મા જન્મદિવસ પૂર્વે સલમાન ખાનને જીમમાંથી ફિટનેસ દર્શાવતા ફોટોગ્રાફ્સ શેર કર્યા
બોલિવૂડમાં એકહથ્થુ શાસન ધરાવતા ત્રણે ખાન હવે જીવનના ૬ દાયકાની ઉંમરે પહોંચ્યા છે. સલમાન ખાનનો ૬૦મો જન્મદિન ૨૭ ડિસેમ્બરે આવી રહ્યો છે. સલમાને બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે સલમાને પોતાની ફિટનેસ દર્શાવતા ફોટોગ્રાફ્સ જીમમાંથી શેર કર્યા હતા. સલમાને આ ફોટોગ્રાફની સાથે જણાવ્યુ હતું કે, હું ૬૦ વર્ષનો થાઉં ત્યારે પણ આવો જ દેખાતો હોઈશ તેવું ઈચ્છુ છું. હવે ૬ દિવસ બાકી છે. ફોટોગ્રાફ્સમાં સલમાન ખાન બ્લેક બેસ્ટ અને બ્લ્યૂ શોર્ટમાં જાેવા મળે છે. બેકગ્રાઉન્ડને જાેતાં તે જીમમાં બેઠો હોય તેમ જણાય છે. સલાનના ભરાવદાર હાથ અને મજબૂત પગ સાથે ક્લીન શેવ જાેવા મળે છે. સલમાનના આ ફોટોગ્રાફ્સ પર રીએક્શન આપતાં તમામ ફેન્સે કહ્યું હતું કે, તે કોઈ રીતે ૬૦ વર્ષના લાગતા નથી. સલમાન હજુ પણ ૩૦ વર્ષના હોય તેવું જ લાગતું હોવાનું કેટલાકે કહ્યુ હતું. સલમાનની ફિટનેસ અને ચાર્મ સદાબહાર હોવાની ઘણી કોમેન્ટ્સ થઈ હતી.
આ વર્ષે શાહરૂખ અને આમિર ખાને પણ ૬૦મો જન્મદિન ઉજવ્યો હતો. આ પ્રસંગે તેની યાદગાર ફિલ્મો પણ રી-રીલિઝ થઈ હતી. સલમાનના જન્મદિન પર હજુ સુધી આવું કોઈ આયોજન જાહેર થયું નથી. સલમાન ખાન છેલ્લે રિયાલિટી શો બિગ બોસની ૧૮મી સિઝનમાં જાેવા મળ્યા હતા. સલમાન હાલ ‘બેટલ ઓફ ગલવાન’ની તૈયારી કરી રહ્યા છે. આગામી વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે ગલવાન વેલીમાં થયેલા ઘર્ષણ આધારિત છે.




