
‘મારી દાદી ઘી ખાતા અને ઘી ચહેરા પર પણ લગાડતા મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર ‘બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો મારો અનોખો પ્રેમ એ સુંદરતાના ટ્રેન્ડસ કે ફિલ્મ સેટ્સથી પ્રેરિત નહોતો સૌંદર્યની પણ અનોખી વ્યાખ્યા હોય છે. વર્ષાેથી તમે ધ્યાનથી જાેશો તો કરિશ્મા કપૂર તેની સુંદરતા માટે વિવિધ પ્રતિકોમાંથી એક પ્રતિક માટે જાણીતી છે, જે છે બોલ્ડ લિપસ્ટિક! જાે કે આ અંગે અભિનેત્રી કરિશ્મા કપૂર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, ‘બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો મારો અનોખો પ્રેમ એ સુંદરતાના ટ્રેન્ડસ કે ફિલ્મ સેટ્સથી પ્રેરિત નહોતો. આ તો મને મારી દાદી અને નાની પાસેથી વારસામાં મળ્યો હતો.જ્યારે કરિશ્મા કપૂરને પૂછવામાં આવ્યું કે ‘શું તેણે ક્યારેય પરંપરાગત સૌંદર્ય ધોરણોનું પાલન કર્યું છે?’ ત્યારે કરિશ્મા કહે છે, ‘બિલ કુલ નહીં. હું મારી દાદી અને નાની બંને સાથે મોટી થઇ છું. મારા માટે પણ તેમનું ચોક્કસ ધોરણ હતું અને તે હતું સૌંદર્યનું ધોરણ! કારણ કે તેમની બંનેની ત્વચા સુંદર હતી. તેમણે એથી વધારે કંઇ કર્યું નહોતું. તેઓ જૂના નુસખામાં માનતા હતા.’ખાસ કરીને મારી દાદી સુંદરતા માટે એક સરળ, પરંપરાગત અભિગમ અપનાવતી હતી, ‘મારી દાદી ઘી ખાતા અને ઘી ચહેરા પર પણ લગાડતા અને હોઠ પર બ્રાઇટ રંગ લગાડતી. મને લાગે છે કે મને તેમના દ્વારા જ આ બધુ સમજાયું, એમ કરિશ્મા કહે છે.




