
હરનાઝ સંધુ ૨૦૨૧માં મિસ યુનિવર્સ બની હતી.મિસ યુનિવર્સ જીત્યા પછી અને ન્યૂ યોર્કમાં રહીને ‘સંપૂર્ણ નવી વ્યક્તિ’ બની ગઈ : હરનાઝ. મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો ત્યારે હરનાઝ માત્ર ૨૧ વર્ષની હતી. એટલી નાની ઉંમરે વિશ્વભરના લોકોની નજરમાં આવવું તેનાં માટે સરળ નહોતું.
આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટનો ખિતાબ જીત્યા બાદ લોકોની નજર તેની ફેશન સેન્સ પર રહી તેનો શ્રેય પોતાની માતાને આપ્યોહરનાઝ સંધુ ૨૦૨૧માં મિસ યુનિવર્સ બની ત્યારથી તે સતત લાઇમ લાઇટમાં રહી છે. તેણે ૨૧ વર્ષની ઉમરે જ ફેશનની દુનિયામાં પોતાની કૅરિઅર શરૂ કરૂ દીધી હતી. ત્યારે તેનાંમાં ફેશન સેન્સ નહોતી, તેથી તેની કાળજી તેની માતાએ લીધી હતી. હરનાઝે ઇન્ટરવ્યુમાં કહ્યું, “મારી ફેશન સેન્સની સૌથી મોટી ક્રેડિટ હું મારી મમ્મીને આપું છું. હું હંમેશા તેમનાં સુંદર સુટ્સથી ખૂબ પ્રભાવિત થતી હતી. એ જ એક ફેશન હતી જેને હું નજીકથી જાેતી હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે હવે હું મારી મમ્મીને કહું છું કે તેમને કયા પ્રકારના સુટ્સ પહેરવા જાેઈએ. મેં એ જવાબદારી સંભાળી લીધી છે અને એ ઘણી સુંદર લાગણી છે. જ્યારે મારા મિત્રો અને આસપાસના લોકો મને ફેશન ટિપ્સ પૂછે છે ત્યારે મને ગર્વ થાય છે.” તેમણે કહ્યું.મિસ યુનિવર્સનો તાજ જીત્યા પછી હરનાઝ સંધુને ભારત અને દુનિયાભરના અનેક જાણીતા ડિઝાઇનર્સ સાથે કામ કરવાની તક મળી. તે કહે છે, “જ્યારે હું મિસ યુનિવર્સ બની, ત્યારે મને વિશ્વભરના અદ્ભુત ડિઝાઇનર્સ સાથે કામ કરવાની તક મળી. જ્યારે હું ન્યૂયોર્ક ગઈ, ત્યારે હું સંપૂર્ણ નવી વ્યક્તિ બની ગઈ. ન્યૂયોર્કે મને ફેશન વિશે ઘણું શીખવ્યું. રંગોનો ઉપયોગ કઈ રીતે કરવાનો, એક્સેસરીઝ કેવી રીતે સ્ટાઇલ કરવી—આ બધી બાબતો વિશે મારી સમજ ઘણી બદલાઈ ગઈ. એક પંજાબી છોકરી હવે આંતરરાષ્ટ્રીય ફેશનની સમજ ધરાવતી બની ગઈ છે.”જ્યારે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો ત્યારે હરનાઝ માત્ર ૨૧ વર્ષની હતી. એટલી નાની ઉંમરે વિશ્વભરના લોકોની નજરમાં આવવું તેનાં માટે સરળ નહોતું. તે યાદ કરે છે, “અચાનક આખી દુનિયાની નજર મારી ઉપર આવી ગઈ હતી, જે મારા માટે એક મોટો શોક હતો. ભારતમાં લોકોની ઘણી અપેક્ષાઓ હતી અને મેં વિચાર્યું પણ નહોતું કે જીવન એટલું બદલાઈ જશે. પરંતુ એ એક સુંદર સફર હતી. એ મારી કારકિર્દીનો શરૂઆતનો તબક્કો હતો અને ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હું લોકોને પ્રેરણા આપતી રહીશ.”શરૂઆતના દિવસો વિશે વાત કરતાં તેમણે કહ્યું, “શરૂઆતમાં બધું ખૂબ અવ્યવસ્થિત લાગતું હતું. હું સમજવાનો પ્રયત્ન કરી રહી હતી કે મારી સાથે શું થયું છે. સદભાગ્યે મારી પાસે એક સુંદર પરિવાર અને અદ્ભુત મિત્રો હતા જેમણે હંમેશા મને સપોર્ટ કર્યાે. હું યોગ્ય લોકોની વચ્ચે હતી. મેં ધીરજ રાખી અને ક્યારેય પોતાનાં પર વિશ્વાસ કરવાનું બંધ કર્યું નહીં.”હવે પોતાની ઓળખ અને આત્મવિશ્વાસ વિશે હરનાઝ કહે છે, “હું મારી જિંદગીની વાર્તા પોતે લખીશ અને કોઈ મને નહીં કહે કે શું કરવું. જ્યારે તમને આ સમજાઈ જાય છે, ત્યારે તમે જીવનને વધુ સરળતાથી જીવવા લાગો છો. પછી તમે ર્નિભય ર્નિણયો લો છો અને સફળતા ન મળે તો પણ પસ્તાવો કરતાં નથી. મેં મને એ સ્વતંત્રતા આપી, કારણ કે મને ખબર હતી કે ‘સમય હંમેશા બદલાઈ જશે.’’



