
રાજકુમાર હિરાણીનું ઓટીટી પર ડેબ્યૂ રાજકુમાર હિરાણીની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે રાજ કુમાર હિરાણીની દિગ્દર્શિત ‘ડંકી’ ફિલ્મ ૨૧ ડિસેમ્બર ૨૦૨૩માં થઈ હતી રાજકુમાર હિરાણી ની ડેબ્યૂ વેબ સીરિઝ ‘પ્રીતમ પેડરો’ આગામી જુલાઈમાં રજૂ થવાની છે. આ સીરીઝમાં અરશદ વારસી અને વિક્રાંત મૈસી સાઇબર પોલીસની ભૂમિકામાં જાેવા મળે તેવી ચર્ચા છે. આ પ્રોજેક્ટમાં રાજકુમારહિરાણીનો પુત્ર વીર એકટિંગ ડેબ્યુ કરે તેવી ચર્ચા છે. જાેકે, રાજકુમાર હિરાણીએ પોતાની આ વેબ સીરીઝની સ્ટારકાસ્ટની અધિકૃત ઘોષણા કરી નથી. રાજ કુમાર હિરાણીની દિગ્દર્શિત ‘ડંકી’ ફિલ્મ ૨૧ ડિસેમ્બર ૨૦૨૩માં થઈ હતી. તેઓ હાલ દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે.



