
બાલન અંકલ મારી સાથે નિયમિત સંપર્કમાં છે : પ્રિયામણી. બહેન વિદ્યા સાથે ક્યારેય બોલવાનો સંબંધ રહ્યો નથી : પ્રિયામણી વિદ્યા બાલને છેલ્લે ૨૦૨૪માં હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલભુલૈયા ૩ ’માં જાેવા મળી હતી. આ ફિલ્મ અનીસ બાઝમીએ ડિરેક્ટ કરી હતીઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાંક લોકોના પારિવારીક સંબંધો એવા છે, કે સામાન્ય લોકોને તેની માહિતી મળે તો આશ્ચર્ય થાય છે, આવો જ કોઈ સંબંધ એક્ટ્રેસ વિદ્યા બાલન અને સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયામણી વચ્ચે છે. તેઓ બંને એકબીજાની પિતરાઈ બહેનો થાય છે. તેમના બંનેના દાદા સગા ભાઈઓ હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રિયામણીએ તેના વિદ્યા બાલન સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે વિદ્યા સાથે ક્યારેય વાત થતી નથી.વિદ્યા અને તેના સંબોધો વિશે વાત કરતા પ્રિયામણીએ કહ્યું, “અમે બંને એકબીજાના સગા થઈએ છીએ પરંતુ અમારે એ રીતે ક્યારેય એકબીજા સાથે વાતો થતી નથી. જાેકે, મારે તેના પિતા સાથે વધુ વાત થાય છે. બાલન અંકલ મારી સાથે નિયમિત સંપર્કમાં છે અને જ્યારે એ મને સંપર્ક ન કરી શકે તો એ મારા પિતાને કોલ કરે છે અને એ બંને વાતો કરે છે. વિદ્યા બાલન એક બહુ સારી અભિનેત્રી છે. તો પરસ્પર સરાહનીય ભાવ ચોક્કસ છે. હું તેને ફરી મોટા પડદે જાેવા આતુર છું. એક દર્શક સભ્ય તરીકે હું એક મજબુત કલાકારને મોટા પડદે જાેવાનું મિસ કરું છું. ”વિદ્યા બાલને છેલ્લે ૨૦૨૪માં હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલભુલૈયા ૩’માં જાેવા મળી હતી. આ ફિલ્મ અનીસ બાઝમીએ ડિરેક્ટ કરી હતી, જેમાં તેની સાથે કાર્તિક આર્યન, માધુરી અને તૃપ્તિ ડિમરી પણ હતાં. અજય દેવગન અને રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ સાથે ટક્કર છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, તેણે વર્લ્ડ વાઇડ ૩૮૯.૨૮ કરોડની કમાણી કરી હતી. જાે પ્રિયમણીના કામની વાત કરવામાં આવે તો તાજેતરમાં તેની મલયાલમ એક્શન થ્રિલર ઓફિસર ઓન ડ્યુટી આવી હતી. હવે તે એચ.વિનોદની ‘જન નાયગન’ માં જાેવા મળશે. આ સિવાય તે ‘ધ ફેમિલી મેન’ની સીઝન ૩માં પણ જાેવા મળશે. તે આ નવેમ્બરમાં આવશે એવી ચર્ચા છે.
