
ક્રિતિ સેનને વર્લ્ડ હેલ્થ સમિટમાં અર્થપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. ‘મહિલા સ્વાસ્થ્ય પાછળ રોકાણ કરવાનો સમય પાકી ગયો છે’ મહિલાઓ ખોટા નિદાનને કારણે હાર્ટ એટેકનો શિકાર બની શકે એવી શક્યતા પુરુષો કરતાં ૫૦ ટકા વધુક્રિતિ સેનને તાજેતરમાં વર્લ્ડ હેલ્થ સમિટમાં મહિલાઓના આરોગ્યમાં સમાનતા અને વિકાસ અંગે એક વ્યાખ્યાન આપ્યું હતું. તે યૂએનએપપીએમાં જેન્ડર ઇક્વાલિટી માટે ભારતની માનદ એમ્બેસેડર છે, તે બર્લિનમાં વર્લ્ડ હેલ્થ સમિટમાં ભાષણ આપનારી પહેલી ભારતીય છે. તેણે ‘મહિલાઓનું સ્વાસ્થ્ય અને વૈશ્વિક સમૃદ્ધિ’ વિષય પર વાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના આ ભાષણના અંશો અને તેનાં અનુભવ અંગે વાત કરી હતી. ક્રિતિએ પોતાના વ્યાખ્યાનના એક અંશમાં જણાવ્યું હતું કે, મહિલાઓ ખોટા નિદાનને કારણે હાર્ટ એટેકનો શિકાર બની શકે એવી શક્યતા પુરુષો કરતાં ૫૦ ટકા વધુ હોય છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે વર્ષાેથી કાર ડેશ ડમી સામાન્ય પુરુષોના કદને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે, તેથી કાર એક્સિડેન્ટમાં પણ મહિલાઓને ગંભીર ઇજા થવાની શક્યતાઓ પુરુષોની સરખામણીએ ૪૦ ટકા વધારે છે. તેણે મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો સમય પાકી ગયો હોવાની વાત કરી હતી, જે વિશ્વની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરવા છતાં લાંબા સમયથી તેમને હંમેશા ફંડનો અભાવ હોય છે. તેણે મહિલાઓનાં સ્વાસ્થ્યમાં રોકાણ કરવાની આર્થિક જરૂરિયાત પર ભાર મૂકતો ડેટા શેર કરતાં કહ્યું, પ્રત્યેક ઇં૩૦૦ મિલિયનના રોકાણ માટે, વળતર ઇં૧૩ બિલિયન મળી શકે છે. દરેક ડોલરે ઓછામાં ઓછા નવ ડોલરનો આર્થિક લાભ થાય છે. આ વીડિયો શેર કરતાં કૅપ્શનમાં ક્રિતિએ લખ્યું, “મહિલાઓ માનવજાતનો અડધો હિસ્સો ધરાવે છે. મહિલાઓનાં સ્વાસ્થ્યમાં રોકાણ કરવાનો અને દવાઓ, આરોગ્ય સંભાળ અને સલામતી તકનીકોનું પરીક્ષણ કરતી વખતે તેમને સમાન રીતે સામેલ કરવાનો સમય પાકી ગયો છે યૂએનએપપીએમાં જેન્ડર ઇક્વાલિટી માટે ભારતની માનદ એમ્બેસેડર તરીકે વર્લ્ડ હેલ્થ સમિટમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપવાની ખુશી અને ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે જે વિષય પર ચર્ચા કરવાની જરૂર છે, તેવા જેન્ડર ઇક્વાલિટીના મુદ્દા પર થોડો પ્રકાશ પાડી શકી તેનો આનંદ છે. સાથે જ યૂએનએફપીએના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મેડમ મિસ ડાયેન કિએટાને મળી શકવાની ખુશી છે – તમારા વ્યક્તિત્વની હુંફ અને તમારા અવાજની આશાઓ ખરેખર સ્પર્ષી જાય એવી છે.”
