
ફિલ્મ મુંબઇ હુમલાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત કંગના રાણૌતની ભારત ભાગ્ય વિધાતા ૧૨ જૂને રિલીઝ થશે
આપણે સામાન્ય રીતે મોટા, ડ્રામેટીક શૌર્ય અને બહાદુરીના કાર્યાેને વખાણીએ છીએ, પરંતુ ખરી હિંમત ઘણી શાંત હોય છે
કંગના રાણૌતની ભારત ભાગ્ય વિદ્ધાતા ફિલ્મના નિર્માતાઓએ ૧૨ જૂનને ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ ડેટ તરીકે જાહેર કરી છે. જાહેરાત સાથે, ટીમે એક નવું પોસ્ટર પણ રજૂ કર્યું છે, જે સંકટના સમયમાં હોસ્પિટલ સ્ટાફની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હિંસાના પરંપરાગત સીનથી ધ્યાન હટાવીને ધીરજ અને ફરજની વાતો તરફ દર્શકોનું ધ્યાન દોરે છે.આ ફિલ્મ મુંબઇ હુમલાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત, ફિલ્મ મુખ્યત્વે સરકારી હોસ્પિટલના પરિસરમાં આકાર લે છે, જ્યાં બહારની અફરાતફરીભરી પરિસ્થિતિ વચ્ચે મેડિકલ અને સપોર્ટ સ્ટાફ પોતાનું કામ ચાલુ રાખે છે. ફિલ્મની વાર્તા બતાવે છે કે કેવી રીતે ડોક્ટર, નર્સ, વોર્ડ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ દબાણ હેઠળ પોતાની જવાબદારીઓ નિભાવી અને ગંભીર પરિસ્થિતિમાં સૈંકડો દર્દીઓની સુરક્ષાની તકેદારી રાખી. નિર્માતાઓએ પોસ્ટમાં જણાવ્યા મુજબ, ફિલ્મ એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે કેવી રીતે સામાન્ય ભૂમિકા ધરાવતા લોકો પણ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જવાબદાર વ્યક્તિઓમાં પરિવર્તિત થઈ જાય છે.આ ફિલ્મ વિશે વાત કરતાં, કંગનાએ કહ્યું, “આપણે સામાન્ય રીતે મોટા, ડ્રામેટીક શૌર્ય અને બહાદુરીના કાર્યાેને વખાણીએ છીએ, પરંતુ ખરી હિંમત ઘણી શાંત હોય છે. તે આગળ આવે છે, પાછળ રહે છે અને જે કરવું પડે તે કરે છે. ભારત ભાગ્ય વિધાતા એ હિંમત, બલિદાન, માનવતા અને એકતાની એક અણકહી વાર્તા છે, જે સામાન્ય લોકો વિશે છે જેમણે આતંક અને જીવન વચ્ચે ઉભા રહીને લડત આપી.” તેણે ઉમેર્યું કે ફિલ્મમાં દેશભક્તિનું એવું સ્વરૂપ રજૂ થાય છે જે કામ કરવા અને જવાબદારીમાં આધારિત છે અને તેણે આ પ્રોજેક્ટનો ભાગ બનવા પર ગર્વ વ્યક્ત કર્યાે હતો.



