
કાર્તિક આર્યન અને ટી-સિરીઝનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે કાર્તિકની ‘કૅપ્ટન ઈન્ડિયા’ ટી-સિરીઝ પ્રોડ્યુસ કરશે ‘કૅપ્ટન ઈન્ડિયા’ની જાહેરાત ૨૦૨૧માં થઈ હતી અને તે સમયે હંસલ મહેતાને દિગ્દર્શક તરીકે સાઇન કરવામાં આવ્યા હતા.
કાર્તિક આર્યન અને ટી-સિરીઝનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે, કારણ કે તેઓ પાંચ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આમાંથી ચાર ફિલ્મો – ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘પતિ પત્ની ઔર વો’, ‘ભૂલ ભુલૈયા ૨’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ બોક્સ ઑફિસ પર સફળ સાબિત થઈ હતી. હવે તેઓ ફરી એકવાર સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘કૅપ્ટન ઈન્ડિયા’ સાથે પ્રોડ્યુસર તરીકે હવે ટી-સિરીઝ જાેડાયું છે.એક સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “‘કૅપ્ટન ઈન્ડિયા’ની વાર્તા હર્મન બાવેજાએ લખી અને પ્રોડ્યુસ કરી છે. હવે ટી-સિરીઝ પણ સહ-નિર્માતા તરીકે જાેડાયું છે, કારણ કે તેમને વાર્તામાં, કાર્તિકની કાસ્ટિંગમાં અને ડિરેક્ટર તરીકે શિમિત અમીન સાથે મળીને કામ કરવામાં રસ છે. શૂટિંગ માટે લોકેશન નક્કી થઈ ગયા છે અને ફિલ્મ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં ફ્લોર પર જવાની અપેક્ષા છે.”
અહેવાલો મુજબ, ફિલ્મનું શૂટિંગ ભારત અને મોરોક્કોમાં થવાનું છે.‘કૅપ્ટન ઈન્ડિયા’થી શિમિત અમીન ૧૭ વર્ષ બાદ ડિરેક્ટર તરીકે વાપસી કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી ત્રણ ફિલ્મો બનાવી છે અને ત્રણેયની પોતાની અલગ ફેન ફોલોઇંગ છે. તેમણે ૨૦૦૪માં ગંભીર અને વાસ્તવિક ‘અબ તક છપ્પન’થી ડિરેક્શન ક્ષેત્રે પ્રવેશ કર્યાે હતો. ત્યારબાદ ૨૦૦૭માં શાહરૂખ ખાન અભિનીત લોકપ્રિય ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ બનાવી હતી. તેમની ત્રીજી ફિલ્મ ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઑફ ધ યર’ (૨૦૦૯) હતી, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતો. જાેકે, બોક્સ ઑફિસ પર તે ખાસ સફળ ન રહી, પરંતુ પછીથી તેને કલ્ટ સ્ટેટસ મળ્યું છે.‘કૅપ્ટન ઈન્ડિયા’ની જાહેરાત ૨૦૨૧માં થઈ હતી અને તે સમયે હંસલ મહેતાને દિગ્દર્શક તરીકે સાઇન કરવામાં આવ્યા હતા.જાે કાર્તિકની અન્ય ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો, તેની પાસે ટી-સિરીઝની વધુ એક ફિલ્મ અનુરાગ બસુ દિગ્દર્શિત મ્યુઝિકલ ફિલ્મ છે, જાેકે, તેનું નામ નક્કી થયું નથી. આ ફિલ્મ ૨૦૨૬ના પાછળના ભાગમાં રિલીઝ થવાની છે. હાલમાં કાર્તિક ‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા સાથે ‘નાગઝિલ્લા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય તેની પાસે કબીર ખાનની આગામી ફિલ્મ પણ છે.




