
મૃણાલે ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયરમાં ધનુષના આવવાનું કારણ જણાવ્ય.મૃણાલે ડેટિંગની અફવા વચ્ચે ધનુષ સાથે સંબંધ વિશે સ્પષ્ટતા કરી.જુલાઈ ૨૦૨૫માં મૃણાલ પણ ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની રૅપ-અપ પાર્ટીમાં આનંદ એલ રાય અને કૃતિ સેનન સાથે હાજર રહી હતી.એક તરફ મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ‘દો દિવાને સહેર મેં’ રિલીઝ થઈ રહી છે, બીજી તરફ મૃણાલ અને ધનુષના ડેટિંગ અને તેમનાં લગ્ન સુધીની ચર્ચાઓ સતત ચાલી રહી છે, ત્યારે હવે અંતે ફિલ્મના પ્રમોશન દરમિયાન મૃણાલ ઠાકુરે ધનુષ વિશે ખુલીને વાત કરી છે અને પોતે તેની મોટી ફૅન હોવાની કબુલાત કરી છે.ગયા વર્ષે જ્યારે ધનુષ મૃણાલની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયરમાં આવ્યો હતો, ત્યારે બંને વચ્ચે ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. એટલું જ નહીં, વેલેન્ટાઈન ડે પર બંનેના લગ્ન થવાના હોવાની અટકળો પણ ચાલી હતી. ત્યારે હવે એક ઇન્ટરવ્યુમાં મૃણાલે આ અફવાઓની શરૂઆત ક્યાંથી થઈ અને ધનુષ પ્રીમિયરમાં કેમ આવ્યો તે જણાવ્યું છે.
મૃણાલે કહ્યું કે તે ધનુષના કામની લાંબા સમયથી પ્રશંસક છે. ધનુષની તેને ગમતી ફિલ્મોની યાદી આપતાં મૃણાલે કહ્યું, “ધનુષ સર. ‘રાયન’, ‘મારી’, ‘રાંઝણા’ અને ‘કૅપ્ટન મિલર’ જાેયાં પછી હું તેમની મોટી ફૅન બની ગઈ. ઓ માય ગોડ, ‘અસુરન’ તો એવી ફિલ્મ છે કે હું તેને ઘણી વાર જાેઈ શકું. તેઓ એક ઇન્સ્ટિટ્યુટ સમાન છે અને એક અભિનેતા માટે પોતે એવું પરફોર્મન્સ આપવું અને અન્ય કલાકારોમાંથી પણ એવું પરફોર્મન્સ બહાર લાવવું – એ મોટી વાત છે.”મૃણાલે ધનુષને ઉત્તમ ગીતકાર, ગાયક, નૃત્યકાર અને દિગ્દર્શક તરીકે પણ વખાણ્યો. તેણે આગળ ઉમેર્યું, “જ્યારે તેઓ ‘તેરે ઇશ્ક મેં’નું શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે મેં ફક્ત એમને કહ્યું કે, ‘સર, પ્લીઝ ‘સન ઓફ સરદાર’નાં સ્ક્રીનિંગમાં આવશો?’ મને ખબર નહોતી કે તેઓ ખરેખર આવશે. તેઓ આવી ગયા અને હું ખૂબ ખુશ થઈ ગઈ. મને લાગ્યું, આ તો બહુ જ સ્વીટ છે. હું એક દિવસ તેમની સાથે કામ કરવા ઈચ્છું છું.”જ્યારે આ જ ઇન્ટરવ્યુમાં મૃણાલ અને સિદ્ધાંતને લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મૃણાલે કહ્યું કે જાે તેના હાથમાં હોય તો તે આવતા વર્ષે લગ્ન કરી લે. જાેકે, તેણે ઉમેર્યું કે તે પહેલાં પોતાની કેટલીક ઇચ્છાઓનું બકેટ લિસ્ટ પૂરું કરવાની છે.જુલાઈ ૨૦૨૫માં મૃણાલ પણ ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની રૅપ-અપ પાર્ટીમાં આનંદ એલ રાય અને કૃતિ સેનન સાથે હાજર રહી હતી. ઓગસ્ટમાં ધનુષ ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયરમાં આવ્યા પછી બંને વચ્ચે ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી.




