
૮૦ હજારથી વધુ ટિકિટો વેચાઈ ‘રામાયણ’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો! ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સ્થાન ધરાવતી ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ: ભાગ ૧’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને સામે આવેલા આંકડાઓએ સિનેમા જગતમાં ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં ૮૦,૦૦૦થી વધુ ટિકિટો વેચાઈ છે અને ફિલ્મના હજારો શોનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને મુંબઈમાં વહેલી સવારે ૬ વાગ્યાના શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. હવે સૌની નજર ફિલ્મની રિલીઝ અને બોક્સ ઓફિસ પર તેના સંભવિત પ્રદર્શન પર છે.ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સ્થાન ધરાવતી ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. નિતેશ તિવારીના ર્નિદેશનમાં બની રહેલી આ ફિલ્મમાં ભારતીય પૌરાણિક મહાકાવ્યને ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk ના જણાવ્યા મુજબ, ભારતમાં ફિલ્મની ૮૩,૪૧૨થી વધુ ટિકિટો વેચાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ, દેશભરમાં ૩,૪૯૨ શો માટે બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એડવાન્સ કલેક્શનનો આંકડો રૂ. ૪.૭૮ કરોડ સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. જાેકે, આ આંકડાઓ ચોક્કસ સમયના બુકિંગ ડેટા પર આધારિત છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. ફિલ્મને લઈને ચાહકોમાં જાેવા મળતો ઉત્સાહ તેના શરૂઆતના બુકિંગમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે.ફિલ્મના એડવાન્સ બુકિંગમાં હિન્દી સંસ્કરણ સૌથી આગળ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કુલ બુકિંગમાં હિન્દી વર્ઝનનો હિસ્સો લગભગ ૯૫ ટકા હોવાનું કહેવાય છે. શહેરોની વાત કરીએ તો દિલ્હી-NCR માં સૌથી વધુ માંગ જાેવા મળી રહી છે, જ્યારે મુંબઈ બીજા ક્રમે હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પુણે, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરોમાં પણ ફિલ્મ માટે દર્શકોનો રસ વધી રહ્યો છે. ‘રામાયણ’ની વાર્તા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે, તેથી ફિલ્મને લઈને વિવિધ વયજૂથના દર્શકોમાં ઉત્સુકતા જાેવા મળી રહી છે. ભવ્ય સેટ્સ, આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને જાણીતા કલાકારોની હાજરીને કારણે પણ ફિલ્મ ચર્ચામાં છે. જાેકે, શરૂઆતના બુકિંગના આંકડાઓના આધારે અંતિમ બોક્સ ઓફિસ કમાણીનો અંદાજ લગાવવો વહેલો ગણાશે.‘રામાયણ’ માટે દર્શકોનો ઉત્સાહ એટલો વધી રહ્યો હોવાના અહેવાલો છે કે થિયેટરોમાં વહેલી સવારથી જ શો રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. BokoMyShow ની યાદીઓનો હવાલો આપતાં અહેવાલોમાં જણાવાયું છે કે મુંબઈના ગોરેગાંવ સ્થિત Miraj Cinemas માં ફિલ્મ માટે સવારે ૬ વાગ્યાના શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દર્શકોની સુવિધા માટે મોડી રાતના શો પણ રાખવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. કેટલાક મલ્ટિપ્લેક્સમાં રાત્રે ૧૧:૫૯ વાગ્યાના શો માટે પણ બુકિંગ શરૂ થયાની વિગતો સામે આવી છે. જાેકે, શોનો સમયગાળો અને ઉપલબ્ધતા થિયેટર તથા બુકિંગ પ્લેટફોર્મ પ્રમાણે બદલાઈ શકે છે. વહેલી સવારના અને મોડી રાતના શો દર્શાવે છે કે ફિલ્મની રિલીઝને ભવ્ય બનાવવા માટે થિયેટરોમાં વધારાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.‘રામાયણ’ને બે ભાગમાં રજૂ કરવાની યોજના છે.




