
વેચાણ શરૂ થાય તે પહેલાં જ ફૅન્સનો ભારે રસયેના ભારતમાં પહેલા કોન્સર્ટ માટે ટિકિટ મેળવવા પડાપડી.ટિકિટ વેચાણ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ ૧.૩ લાખથી વધુ ચાહકો ઑનલાઇન વેઇટિંગમાં જાેડાઈ ગયાં હતાં.વિશ્વપ્રસિદ્ધ હિપ-હોપ આઇકોન યેના ભારતમાં પ્રથમ કોન્સર્ટ માટે બુધવારે જબરદસ્ત ઉત્સાહ જાેવા મળ્યો. ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં યોજાનાર આ એક રાતના કોન્સર્ટ માટેની ટિકિટ્સ સાંજે ૪ વાગ્યે એક ઓનલાઇન એપમાં લાઇવ થઈ હતી. પરંતુ બુકિંગ વિન્ડો ખુલે તે પહેલાં જ વર્ચ્યુઅલ વેઇટિંગ એક લાખને પાર પહોંચી ગયું હતું — ભારતમાં કોઈ પણ કોન્સર્ટ ટિકિટ વેચાણ માટે આ પહેલીવારનું ઐતિહાસિક રેકોર્ડ બૂકિંગ ગણાય છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, આ જબરદસ્ત પ્રતિસાદ દેશમાં કી કલાકારના સોલો કોન્સર્ટની લાઇવ ઇવેન્ટ માટે નવો માપદંડ નક્કી કરે છે અને વૈશ્વિક ટૂરિંગ સર્કિટમાં ભારતનું વધતું મહત્વ દર્શાવે છે. અગાઉ પ્રી-રજિસ્ટ્રેશનનાં આંકડા લગભગ ૨ લાખ સુધી પહોંચ્યા હતા, જે વેચાણ શરૂ થાય તે પહેલાં જ તેના ફૅન્સનો ભારે રસ દર્શાવતા હતા.માત્ર એક જ રાતના કોન્સર્ટમાં મલ્ટી-ગ્રેમી વિજેતા કલાકારને લાઇવ જાેવા ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. આ કોન્સર્ટનું આયોજન વ્હાઇટફોક્સ ઇન્ડિયા દ્વારા વિઝક્રાફ્ટ ગ્રુપ અને લક્ષ્ય મીડિયા ગ્રુપના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.ભારતમાં અત્યાર સુધી યોજાયેલા ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કોન્સર્ટમાં આ શો સૌથી મહત્ત્વાકાંક્ષી ઇવેન્ટ્સમાંનો એક માનવામાં આવે છે અને દેશના લાઇવ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થઈ શકે છે.




