
થિયેટરમાં રીલિઝની હિંમત ન ચાલી.સૈફની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે.શાહરૂખ ખાન પ્રોડયૂસર હોવા છતાં ફિલ્મ લાંબા સમયથી અટકી પડી હતી.સૈફ અલી ખાનની ત્રણ વરસથી અભેરાઇએ ચડી ગયેલી ફિલ્મ ‘કર્તવ્ય’ હવે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ શાહરુખ ખાને પોતાની કંપની રેડ ચિલીઝનાં બેનર હેઠળ બનાવી છે. ‘કર્તવ્ય’માં સૈફ અલી ખાન ઉપરાંત રશ્મિકા દુગ્ગલ, ઝાકિર હુસૈન અને સંજય મિશ્રા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. આ ફિલ્મના નિર્માણમાં અનેક વિધ્નો આવ્યાં હતાં. તેનું પ્રોડક્શન શિડયૂલ સતત ઠેલાતું રહ્યું હતું. છેવટે શાહરુખ કે સલમાન કોઈનેય આ પ્રોજેક્ટમાં રસ રહ્યો ન હતો.આથી ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાને બદલે સીધી એક ઓટીટી પ્લેટફોર્મને વેચી દેવામાં આવી છે.



