
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
વડોદરા જિલ્લા પંચાયત ની ૨૯ શિનોર બેઠક ઉપર થી કોંગ્રેસ ના સંનિષ્ઠ સેવાભાવી પ્રમાણિક અને ઈમાનદાર આગેવાન ભૂપેન્દ્રભાઈ રણછોડ પટેલનો ઝળહળતો વિજય થતાં વિસ્તાર ના મતદારો, મિત્રો, પરિવારજનો અને પક્ષનાં કાર્યકરોમાં ખુશી ની લહેર છવાઈ છે. માલસર ગામના વિકાસ માં ૧૫ વર્ષ સરપંચ તરીકે પતિ અને પત્ની એ અગત્ય ની ભૂમિકા ભજવી છે. તેઓ અને તેમના પત્નીએ ૧૦ વર્ષ કરતા વધુ સમય સરાહનીય સેવા બજાવી છે.તેઓ અને તેમના પત્ની શિનોર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ૧૦ વર્ષ સુધી પ્રસંસનિય સેવા બજાવી છે. તેમની પુત્રવધુ શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ગામના સરપંચ તરીકે ખુબજ લોકપ્રિય આગેવાન તરીકે નામના ધરાવે છે. તેઓ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ખૂબ લાંબા સમય સુધી સેવા આપેલ છે. તેઓની અનિચ્છા છતાં પ્રદેશ નેતૃત્વ ની સૂચના નું પાલન કરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.તેમના ભવ્ય વિજયથી શિનોર મત વિસ્તાર ના લોકોમાં ખુશી ની લાગણી છવાયેલ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ માલસર ગામના મોટા ખેડૂત હોવા છતાં નિરાભિમાની છે. વિસ્તારના નાના-મોટા લોકોના કામ માટે હરહંમેશ તૈયાર રહ્યાં છે તેઓના વિજય થી દરેક સમાજ ના લોકોમાં ખુશી ની લહેર છવાઈ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે રહી એક સાચા યોધ્ધા તરીકે લડી રહ્યા છે. તેઓને લાખ લાખ શુભેચ્છા. ભૂપેન્દ્રભાઈ પટેલ ના વિજય થી તેમના મિત્રોએ રૂબરૂ અને સમાચાર થી અભિનંદન પાઠવ્યા છે. લંડન અને અમેરિકામાં વસતાં નરેન્દ્ર વૈષ્ણવ અને હિતેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે.ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સૈયદભાઈ શેખ, મહામંત્રી શૈલેષભાઈ પાઠક, શ્યામભાઈ ટેનીયા, રવિકુમાર સુરતી, હસમુખભાઈ પટેલ, એડવોકેટ ડી.સી સોલંકી, એડવોકટે અને નોટરી અશ્વિનભાઈ વૈષ્ણવ, મગનભાઈ સોલંકી વિગેરેએ અભિનંદન પાઠવ્યા છે. ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી ના શિનોર તાલુકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહયા છે. ભુપેન્દ્રભાઈ પટેલ ગામના ગરીબો અને મજૂરો પ્રત્યે સારી સહાનુભૂતિ ધરાવે છે. ભુપેન્દ્રભાઈ પટેલ શિનોર તાલુકામાં બિનવિવાદાસ્પદ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિની છાપ ધરાવે છે. વડોદરા જિલ્લાના દરેક સમાજમાં તેઓ સારી લોક ચાહના ધરાવે છે. અને શિનોર તાલુકામાં તેઓ સરપંચ તરીકે જ ઓળખાય છે. લોકો તેમણે સરપંચ તરીકે જ સંબોધન કરે છે.
ભુપેન્દ્રભાઈ પટેલે તેઓના વિજય અંગે મતદારોનો વિજય અને તેઓ પ્રત્યે આભારની ભાવના વ્યકત કરી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ને અભિનંદન પાઠવતાં ભાઈલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલ ની જીત પાછળ નું કોઈ મોટું કારણ હોય તો તેમની પ્રમાણિકતા નિ:સ્વાર્થ સેવા લોભ લાલચ વગર, નાના-મોટા સહુ ને તેઓ દ્વારા અપાતો આદર અને પ્રેમ અને ન્યાય જવાબદાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે સફળ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.



