
બિહારમાં શૂટ થતી ફિલ્મોને સૌથી વધુ સબસિડી મળે છે ઇમ્તિયાઝ અલી ‘સાઇડ હીરોઝ’ ફિલ્મનું શૂટિંગ બિહારમાં કરશે ‘સાઇડ હીરોઝ’ ફિલ્મમાં વરૂણ શર્મા, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાની મહત્વની ભૂમિકાઓ છે
ઇમ્તિયાઝ અલી અને મહાવીર જૈનના નિર્માણમાં બની રહેલી ફિલ્મ ‘સાઇડ હીરોઝ’નું સમગ્ર શૂટિંગ બિહારમાં કરવામાં આવશે. હાલ ફિલ્મના શૂટિંગ માટે નાના ટાઉનનું લોકાલ શોધવામાં આવી રહ્યું છે.રસપ્રદ બાબત એ છે કે ફિલ્મના ર્નિદેશક ઇમ્તિયાઝ અલીનો જન્મ જમશેદપુરમાં થયો છે અને તેમણે બિહારના પાટનગર પટણામાં પણ શરૂઆતના વર્ષાે ગુજારેલાં છે. બિહાર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ એન્ડ ફાયનાન્સ કોર્પાેરેશનના જણાવ્યા અનુસાર રાજ્યમાં શૂટ થનારી ફિલ્મને દેશમાં સૌથી વધુ સબસીડી બિહાર આપે છે. વળી સિંગલ વિન્ડો કલિયરન્સ સિસ્ટમને કારણે બિહારમાં શૂટિંગ કરવાનું આસાન બની ગયું છે.‘સાઇડ હીરોઝ’ ફિલ્મમાં વરૂણ શર્મા, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાની મહત્વની ભૂમિકાઓ છે. ફિલ્મમાં બે નવી હિરોઇનને પણ લેવામાં આવશે. ફિલ્મ સિદ્ધાર્થ સેન અને પંકજ મટ્ટાએ લખી છે અને તેનું ર્નિદેશન સંજય ત્રિપાઠી કરવાના છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ કરવાનું આયોજન છે.




