
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયની હાજરી ફરી એકવાર ચર્ચામાં પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય અને સિમોન એશ્લીનું ‘સિસ્ટરલી’ બોન્ડિંગ ઐશ્વર્યા અને સિમોને ગયા વર્ષે પણ પેરિસ ફેશન વીક દરમિયાન સાથે મસ્તીભર્યાે સેલ્ફી લીધી હતી
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયની હાજરી ફરી એકવાર ચર્ચામાં છે. લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઐશ્વર્યાએ લોરિયલ પેરિસની નવમી આવૃત્તિમાં રૅમ્પ વૉક કર્યું હતું. જાેકે ફેશન ઇવેન્ટના રૅમ્પ ઉપરાંત બ્રિજર્ટન સ્ટાર સિમોન એશ્લી સાથેની તેની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહ્યો છે.વીડિયોમાં ઐશ્વર્યા સિમોનને મળતાં જ પ્રેમથી કિસ કરે છે અને ત્યાર બાદ બંને સાથે બેસીને વાતચીત કરતી જાેવા મળે છે. બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યાં હતાં અને વાતચીત દરમિયાન હાથમાં હાથ પકડી રાખ્યો હતો. બાદમાં બંનેએ સાથે ફોટો પણ પડાવ્યો હતો. ઇવેન્ટના અંતિમ રૅમ્પ વૉક દરમિયાન પણ ઐશ્વર્યા અને સિમોન એકબીજાનો હાથ પકડીને જાેવા મળ્યાં હતાં.આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ચાહકોએ બંનેનાં બોન્ડિંગનાં વખાણ કર્યાં હતાં. લોકોએ આ ક્ષણને “ગર્લ્સ ગર્લ મોમેન્ટ” ગણાવી હતી. કેટલાક ચાહકોએ ઐશ્વર્યાને સિમોન સાથે ખુશ જાેઈને પણ ખુશી વ્યક્ત કરી હતી.ઐશ્વર્યા અને સિમોને ગયા વર્ષે પણ પેરિસ ફેશન વીક દરમિયાન સાથે મસ્તીભર્યાે સેલ્ફી લીધી હતી. સિમોને બાદમાં આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આ વખતે ઐશ્વર્યા બ્લેક વેલ્વેટ ગાઉન અને કેપ સાથે રૅમ્પ પર જાેવા મળી હતી. તેનાં બોલ્ડ રેડ હેર કલરે પણ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. સ્ટાઇલિસ્ટ મોહિત રાયે તેનો લૂક તૈયાર કર્યાે હતો.ઐશ્વર્યા ઘણા વર્ષાેથી આ બ્રાન્ડ સાથે જાેડાયેલી છે અને કાન ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફેશન ઇવેન્ટમાં બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. ઐશ્વર્યા છેલ્લે મણિ રત્નમની ૨૦૨૩ની ફિલ્મ પોનિયન સેલ્વન- ૨માં જાેવા મળી હતી. ફિલ્મમાં વિક્રમ, રવિ મોહન, કાર્તિ, ત્રિશા કૃષ્ણન અને શોભિતા ધુલિપાલા સહિતના કલાકારો હતા. ફિલ્મે વિશ્વભરમાં ૩૪૪ કરોડનું કલેક્શન કર્યું હતું અને ઐશ્વર્યાના અભિનયનાં પણ વખાણ થયાં હતાં.ત્યારથી ઐશ્વર્યાએ કોઈ નવી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી. જાેકે તે ફેશન અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં પોતાની હાજરી નોંધાવતી રહી છે.




