
અનિલ શર્મા તાજેતરમાં સની દેઓલને મળ્યા હતા.સની દેઓલ ‘કૉલ કિંગ’માં અનિલ શર્મા સાથે ફરી જાેડાઈ શકે.સની દેઓલ સાથે ‘કૉલ કિંગ’ ઉપરાંત, અનિલ શર્મા ‘ગદ્દર ૩’ પર મોટા પાયે કામ કરી રહ્યા છ.૨૦૨૩માં, સની દેઓલ અને અનિલ શર્માએ ‘ગદ્દર ૨’ સાથે ઇતિહાસ રચ્યો, કારણ કે આ ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બની ગઈ હતી. ત્યારથી, સની દેઓલ અને અનિલ શર્માના પુન:મિલન વિશે અનેક અહેવાલો અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ એક ઇન્ટરવ્યુમાં, અનિલ શર્માએ કહ્યું હતું કે ‘ગદ્દર ૩’ પર કામ ચાલી રહ્યું છે અને લેખકો ગદ્દરની દુનિયાને ટ્રાયોલોજીમાં વિસ્તારવાના વિચાર પર કામ કરી રહ્યા છે. હવે એવા અહેવાલો છે કે અનિલ શર્મા તાજેતરમાં સની દેઓલને મળ્યા હતા અને ‘કૉલ કિંગ’ નામના એક મોટા એક્શન-ડ્રામા વિશે ચર્ચા કરી હતી.એક સૂત્ર જણાવે છે કે, “અનિલ શર્મા અને સની દેઓલ છેલ્લા ૨ વર્ષથી ઘણા મૌલિક વિચારો પર ચર્ચા કરી રહ્યા છે અને આ સમયે તે બંને કૉલ માફિયા પર આધારિત એક લાર્જર-ધેન-લાઇફ ડ્રામા પર કામ કરી રહ્યા છે અને તે અંગે ઉત્સાહીત પણ છે. તેનું નામ ‘કૉલ કિંગ’ છે અને તેમાં સની દેઓલ પહેલા ક્યારેય ન જાેયેલા અવતારમાં છે. સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને હાલમાં ડાયલોગ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે.” સૂત્ર વધુમાં જણાવે છે કે, “કૉલ કિંગ ઉપરાંત, અનિલ શર્મા ‘ગદ્દર ૩’ પર પણ મોટા પાયે પીરિયડ એક્શન ફિલ્મ તરીકે કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મનો ર્નિણય પણ આ વર્ષના અંત સુધીમાં લેવામાં આવશે, પરંતુ હાલમાં ત્રણેય સ્ક્રિપ્ટ પર એકસાથે કામ ચાલી રહ્યું છે.”
