
તમન્ના ભાટિયાએ ૨૧ વર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં મળતી સ્વીકૃતિ અંગે વાત કરી ઘણી ફિમેલ એક્ટર્સને મોકા મળતા નથી : તમન્ના ભાટિયા
મારા કૅરિયરને ૨૧ વર્ષ થઈ ગયાં છે, છતાં મને લાગે છે કે હું ફરીથી શરૂઆત કરી રહી છું : તમન્ના ભાટિયા તમન્નાએ તાજેતરમાં ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોને મળતી મર્યાદિત તક અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો અને પોતાનાં આવનારાં પ્રોજેક્ટ્સ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “હું ખૂબ ઉત્સાહિત છું કે મારી બધી ફિલ્મો એક પછી એક રિલીઝ થશે. આ બહુ રસપ્રદ છે, કારણ કે બધા કલાકારોને — ખાસ કરીને મહિલા કલાકારોને — આવી તક મળતી નથી. મારા કૅરિયરને ૨૧ વર્ષ થઈ ગયાં છે, છતાં મને લાગે છે કે હું ફરીથી શરૂઆત કરી રહી છું.”તમન્નાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળેલા પ્રેમ અને સ્વીકાર અંગે પણ ખુશી વ્યક્ત કરી.તેણે કહ્યું, “મારા માટે આ એક નવી તાજગીનો અનુભવ છે.
દર્શકો હંમેશા મારી સાથે ખૂબ ઉષ્માભર્યાે વ્યવહાર કરે છે અને મને દિલથી સ્વીકારે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં મને ખૂબ સ્વીકાર મળ્યો છે. હવે ભારતના અન્ય ભાગોમાંથી પણ જે પ્રેમ મળી રહ્યો છે, તે મારા માટે ખૂબ ઉત્સાહજનક અને નમ્રતા અનુભવાય એવો છે. તેથી હું સતત વિચારતી રહું છું કે હું આ પ્રેમને કેવી રીતે પરત આપી શકું.” તમન્ના ભાટિયા બુધવારે દિલ્હીમાં નવી બ્રાન્ડની લોન્ચ ઇવેન્ટમાં હાજર રહી હતી. જાે તમન્નાનાં કામની વાત કરવામાં આવે તો, હવે તે દીપક મિશ્રા અને અરુણાભ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘વીવાન’માં જાેવા મળશે. એકતા કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ રક્ષાબંધનના તહેવાર પર, ૨૮ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે.




