
મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો : થરુરવીર સાવરકર ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા.મને પુરસ્કાર વિશે ન તો જણાવાયું હતું, મારી મંજૂરી વિના નામ જાહેર કરનારા આયોજકો ખૂબ બેજવાબદાર.હાઇરેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી ((HRDS)) ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાએ કોંગ્રેસ સાંસદ શશી થરુર સહિત કુલ છ લોકોને વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ ૨૦૨૫ આપવાની જાહેરાત કરી છે. જાે કે, થરુરે આ ઍવૉર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
શશી થરુરે તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને મીડિયા રિપોર્ટ થકી જાણ થઈ કે, દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ પુરસ્કાર માટે મને નોમિનેટ કરાયો છે. આ જાહેરાત વિશે ગઈ કાલે જ જાણ થઈ, જ્યારે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેરળમાં હતો.
મને પુરસ્કાર વિશે ન તો જણાવાયું હતું અને ના તો મેં તેનો સ્વીકાર કર્યો છે. મારી મંજૂરી વિના નામ જાહેર કરનારા આયોજકો ખૂબ બેજવાબદાર ગણાય.’
નોંધનીય છે કે, પુરસ્કાર સમારોહ બુધવારે (૧૦ ડિસેમ્બર) નવી દિલ્હીમાં NDMC કન્વેન્શન હૉલમાં યોજાવાનો છે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
શશી થરુરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આ પુરસ્કાર આપનારા સંગઠન કે તેના સંદર્ભ વિશે કોઈ પણ જાણકારી વિના, આ કાર્યક્રમમાં સામેલ થવું કે તેના સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ સાથે જાેડાયેલો આ કાર્યક્રમ HRDS ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.




