India’S Best Dancer : સ્ટેજ તૈયાર છે, અને સ્પોટલાઈટ પહેલા કરતા વધુ તેજસ્વી છે કારણ કે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના હોમગ્રોન ડાન્સ રિયાલિટી શો, ‘ઈન્ડિયા’ઝ બેસ્ટ ડાન્સર – સીઝન 4’ તેના ‘બેસ્ટ બારહ’ નું અનાવરણ કરે છે. ઓડિશન અને મેગા ઓડિશન દરમિયાન તેમના શ્રેષ્ઠ મૂવ્સનું પ્રદર્શન કરનારા દેશભરના અનોખા સ્પર્ધકોના વાવંટોળને જોયા પછી, આપણા ‘ENT’ (એન્ટરટેનમેન્ટ, ઈનોવેશન અને ટેક્નોલોજી) સ્પેશલિસ્ટ્સ – કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસએ આખરે સ્પર્ધામાં આગળ વધવા માટે શ્રેષ્ઠ બાર પસંદ કર્યા છે. ‘બેસ્ટ બારાહ’ સ્પર્ધકોમાં મુંબઈના અમોસ માથી, અર્જુન સાઠે અને આકાંશા મિશ્રા (અકિના), છત્તીસગઢના નિખિલ પટનાયક, પટનાના હર્ષ કેશરી, ઓરિસ્સાના સ્મૃતિ સ્વરૂપ પાત્રા (નેક્શન) અને દિબ્યજ્યોતિ નાયક, ઉત્તરાખંડના દીપક સાહી(નેપો), બેંગ્લોરના વૈષ્ણવી શેખાવત, મેઘાલયના સ્ટીવ જિરવા, પંજાબના ચિત્રાક્ષી બત્રા અને આસામના રોહન ચૌધરી છે. તેમાંથી દરેકએ સ્ટેજ પર વિજય મેળવ્યો છે અને સાબિત કર્યું છે કે તેઓ શા માટે આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર તેમની કુશળતા જાળવી રાખવા અને નિખારવા યોગ્ય રીતે લાયક છે. 3 અને 4 ઓગસ્ટના ગ્રાન્ડ પ્રીમિયરમાં, દર્શકો પ્રથમ વખત તેમના સંબંધિત કોરિયોગ્રાફરો સાથે બેસ્ટ બારહ જોશે, કેમ કે તેઓ ‘ઈન્ડિયા’ઝ બેસ્ટ ડાન્સર – સીઝન 4’ ની વિજેતા ટ્રોફી તરફની સફર શરૂ કરશે.
‘આમચી’ મુંબઈના 23 વર્ષીય અમોસ માથી, જે ફ્રીસ્ટાઈલમાં નિષ્ણાત છે, તે બોરીવલીના છે, જેણે માત્ર ડાન્સની કળાથી જ નહીં, પરંતુ તેના બોલવાના લાક્ષણિક મુંબઈચા અંદાજ દ્વારા પણ નિર્ણાયકોના દિલ જીતી લીધા. મુંબઈના અર્જુન સાઠેએતેમની સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રકાશિત કરીને કન્ટેમ્પરરી અને લિરિકલ સ્ટાઈલ્સ સાથે હાઉસ ડાન્સના તેમના અનન્ય મિશ્રણથી એક પ્રભાવશાળી છાપ છોડી. આકાંશા મિશ્રા, જેને અકિના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તેની મોહક લિરિકલ ડાન્સ કોરિયોગ્રાફી સાથે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું, દરેક મૂવ સાથે ભાવના અને ટેકનીકને એકીકૃત રીતે મિશ્રિત કરી. છત્તીસગઢના નિખિલ પટનાયકે મજબૂત લાઈન, લવચીકતા અને ભાવનાત્મક કોરિયોગ્રાફી દર્શાવતા પાવરફુલ કન્ટેમ્પરરી ડાન્સ રજૂ કર્યું. પટનાના હર્ષ કેશરીએ તેમની તીવ્ર કન્ટેમ્પરરી ડાન્સ પરફોર્મન્સ, પાવરફુલ ટેક્નિકસ દ્વારા અને ભાવનાત્મક વાર્તા કહીને નિર્ણાયકોને મોહિત કર્યા. કરિશ્મા કપૂરને તેમની સાથે ડાન્સ કરવા મજબૂર કરનાર સ્પર્ધક ઓરિસ્સાના સ્મૃતિ સ્વરૂપ પાત્રા ઉર્ફે નેક્શન હતા, જેમણે તેની હિપ-હોપ અને ફ્રીસ્ટાઈલ ડાન્સ પરફોર્મન્સથી નિર્ણાયકોના હૃદયમાં પ્રવેશ કર્યો. દિબ્યજ્યોતિ નાયક, તે પણ ઓરિસ્સાના છે, તેમને હોસ્ટ જય ભાનુશાલીએ પ્રેક્ષકોમાં જોયા હતા; તેમણે બોલિવૂડ કોરિયોગ્રાફી સાથે પોપિંગના મિશ્રણથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હોવાથી તેઓ સરળતાથી ટોપ 12 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. દીપક શાહી, જેમને પ્રેમથી નેપો તરીકે ઓળખવામાં આવે છે, તેમણે તેમની ડાયનેમિક હિપ-હોપ ફ્રીસ્ટાઈલ સાથે તેમના ઈલેક્ટ્રીફાઈંગ મૂવ્સ અને ઉત્તરાખંડની દોષરહિત રિધમ વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. બેંગ્લોરની વૈષ્ણવી શેખાવતે, તેના મોડર્ન કન્ટેમ્પરરી ડાન્સ કોરિયોગ્રાફી સાથે પેનલને મંત્રમુગ્ધ કરી, ફ્લૂઈડ મૂવમેન્ટ્સ અને અભિવ્યક્તિઓ દર્શાવી જેણે નિર્ણાયકોને આશ્ચર્યચકિત કરી દીધા. ENT સ્પેશલિસ્ટ્સ દ્વારા સરપ્રાઈઝ પેકેજ તરીકે બોલવવામાં આવેલ, મેઘાલયના 17 વર્ષીય સ્ટીવ જિરવાએ તેમના હિપ-હોપ મૂવ્સ અને દોષરહિત ફૂટવર્કથી નિર્ણાયકોને ચોંકાવી દીધા. પંજાબના ચિત્રાક્ષી બત્રાએ તેમની ઓપન સ્ટાઈલ કોરિયોગ્રાફીથી નિર્ણાયકોને આકર્ષિત કર્યા કારણ કે તેમના સ્ટેપ્સ કોરિયોગ્રાફર વર્તિકા ઝા સાથે મેળ ખાતા હતા અને છેલ્લે પરંતુ ઓછા નહીં, આસામના રોહન ચૌધરી છે, જેમણે તેમની હિપ-હોપ કોરિયોગ્રાફીથી સ્ટેજની માલિકી મેળવી હતી.
‘બેસ્ટ બારાહ’ માં જગ્યા બનાવવાની સફર અકલ્પનીય પ્રતિભા, ઉત્કટ અને સખત મહેનતથી ભરેલી છે. દરેક સ્પર્ધકે અસાધારણ કુશળતા અને સર્જનાત્મકતા દર્શાવી છે, જે નિર્ણાયકો માટે પસંદગી પ્રક્રિયાને અત્યંત પડકારજનક બનાવે છે. આ સ્પર્ધા પહેલા કરતા વધુ રોમાંચક બનવાનું વચન આપે છે, કારણ કે આ પ્રતિભાશાળી ડાન્સર્સ તેમની કલાત્મકતાનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે અને પ્રખ્યાત ખિતાબ જીતવા માટે પ્રયત્નશીલ રહે છે.
3 અને 4 ઓગસ્ટના રોજ રાત્રે 8:00 વાગ્યે ઈન્ડિયા’ઝ બેસ્ટ ડાન્સર – સીઝન 4 ના ગ્રાન્ડ પ્રીમિયરમાં ‘બેસ્ટ બારહ’ જોવા માટે ટ્યુન કરો, ફક્ત સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર!