
ફુલ ઓન એક્શન મોડમાં પવન કલ્યાણ.ઇમરાન હાશ્મીની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ‘ઓજી’નું ટ્રેલર રિલીઝ.પ્રિયંકા મોહન, અર્જુન દસ, પ્રકાશ રાજ, શ્રિયા રેડ્ડી અને હરીશ ઉત્તમન જેવા સ્ટાર પણ ફિલ્મમાં જાેવા મળશે.જાણીતા અભિનેતા પવન કલ્યાણ અને ઈમરાન હાશ્મીની અપકમિંગ ફિલ્મ “They Call Him OG’’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ગેંગસ્ટર ઓજસ ગંભીર પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર છે, જેમા ઈમરાન હાશમીનો સ્વૅગ અને પવન કલ્યાણનો ભૌકાલ જાેવા મળે છે. પ્રિયંકા મોહન, અર્જુન દસ, પ્રકાશ રાજ, શ્રિયા રેડ્ડી અને હરીશ ઉત્તમન જેવા સ્ટાર પણ ફિલ્મમાં જાેવા મળશે.ટ્રેલરની શરૂઆતમાં દર્શાવામાં આવ્યું છે કે મુંબઈમાં ગેંગવોર શરૂ થાય છે. ગેંગવોરનો ટાર્ગેટ સત્યદાદા છે. ઓમી ભાઉ તેને શોધી રહ્યો છે. તે વચ્ચે કોઈ કહે છે કે માત્ર એક જ વ્યક્તિ છે જે ઓમી ભાઈનો સામનો કરી શકે છે અને તે છે ઓજસ ગંભીર. જણાવી દઈએકે ફિલ્મમાં ઓમી ભાઉનું પાત્ર ઈમરાન હાસમી ભજવી રહ્યો છે અને ઓજસ ગંભીરનું પાત્ર પવન કલ્યાણ ભજવી રહ્યો છે.એક્શનથી ભરપૂર છે ટ્રેલર ૨ મિનિટ ૪૦ સેકેન્ડમાં ટ્રેલરમાં ઈમરાન હાશ્મી અને પવન કલ્યાણ ઉગ્રતાથી એક્શન કરતા જાેવા મળે છે. ફિલ્મમાં બંને વચ્ચે કાટાની ટક્કર જાેવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન સુજીતે કર્યું છે અને તે ડીવીવી એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બની છે. આ ફિલ્મથી ઈમરાન હાશમી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે. ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘ઓજી’ ફિલ્મનું સંગીત થમન એસએ તૈયાર કર્યું છે અને ખાસ વાત એ છે કે પવન કલ્યાણે આ ફિલ્મ માટે ‘વાશી યો વાશી’નુ એક ગીત પણ ગાયું છે. ઈમરાન હાશમી અને પવન કલ્યાણની આ ફિલ્મ ૨૫ સપ્ટેમ્બરે સાઉથની ભાષા સાથે હિન્દીમાં રિલીઝ થશે.તેલંગાનામાં પેડ પ્રીમિયર ૨૪ સપ્ટેમ્બરે રાત્રે ૯ વાગ્યે રિલીઝ થશે, જેની ટિકિટની કિંમત ૮૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં સૌથી પહેલો શો ૨૫ સપ્ટેમ્બરે રાત્રે ૧ વાગ્યે રાખવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. ૧૦૦૦ છે.
