
મારું તો એક જ સૂત્ર, પૈસા ફેંક તમાશા દેખ.ધર્મેન્દ્ર સાથે ટીવી શોમાં દેખાવા ૨૦ લાખ વસૂલ્યાની મુમતાઝની કબૂલાત.ટીવી શોમાં અપિયરન્સ માટે નાની મોટી રકમ ઓફર કરનારાને પીઢ અભિનેત્રી મુમતાજ ના પાડી દે છે./પીઢ અભિનેત્રી મુમતાઝે સ્વીકાર્યું છે કે તેણે ધર્મેન્દ્ર સાથે એક રિયાલિટી શોમાં હાજરી આપવાના બદલામાં ૨૦ લાખ રુપિયાની ફી વસૂલી હતી. મુમતાઝને તે ટીવી શોમાં કેમ બહુ દેખાતી નથી તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને ૨૦૨૩માં એક રિયાલિટી શોમાં ધર્મેન્દ્ર સાથે હાજર રહેવા જણાવાયું હતું અને તે માટે પોતે ૨૦ લાખ રુપિયા વસૂલ્યા હતા. આ શોમાં તેણે ધર્મેન્દ્ર સાથે ડાન્સ પણ કર્યાે હતો.
મુમતાઝના જણાવ્યા અનુસાર તે પછી તેને અનેક શોમાં હાજરી માટે કહેણ આવે છે. પરંતુ, એ લોકો એક શોમાં હાજરી માટે ચાર-પાંચ લાખ રુપિયા જ ઓફર કરે છે અને કહે છે કે મોટાભાગના સેલિબ્રિટીઓ આટલી રકમમાં તો હાજરી આપવા તૈયાર થઈ જાય છે. જાેકે, મારું તો સૂત્ર છે કે પૈસા ફેંક,તમાશા દેખ. હુું એટલી નાની રકમ માટે હા પાડતી જ નથી. આ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તેણે ‘સીતા ઔર ગીતા’ ફિલ્મની ઓફર પણ આ જ કારણોસર ફગાવી દીધી હતી. તેને ફક્ત બે લાખ રુપિયા ઓફર કરાયા હતા અને તે પોતાની વેલ્યૂ ડાઉન કરવા માગતી ન હતી. તેણે આ ફિલ્મ નકાર્યા પછી તે હેમા માલિનીને મળી હતી અને તે તેની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક બની હતી.




