
શાહ બાનોના પરિવારે કોર્ટમા કરી અરજીયામી ગૌતમની ફિલ્મ હકની રિલિઝ સામે અવરોધ શાહબાનોની પર્સનલ લાઈફ પર ફિલ્મ બનાવતા પહેલા તેમના વારસદારોની પરવાનગી ન લીધી હોવાનો આક્ષેપ કરાયો અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશમીની ફિલ્મ હક સામે અવરોધ આવીને ઊભો છે. ફિલ્મ જેમના કેસ પર આધારિત છે તે શાહબાનોના પરિવારજનોએ કોર્ટમાં ધા નાખી છે. ફિલ્મમેકર્સે શરિયતના કાયદાનો ખોટી રીતે રજૂ કર્યાે છે અને શાહ બાનોના કેસ પર ફિલ્મ બનાવ્યા પહેલા પરિવારની પરવાનગી લીધી નથી, તેવા આક્ષેપ સાથે તેઓ ઈન્દોર હાઈકોર્ટમાં ગયા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફિલ્મમેકર્સને લીગલ નોટિસ પણ મળી છે. તેમણે શાહબાનોની પર્સનલ લાઈફ પર ફિલ્મ બનાવતા પહેલા તેમના વારસદારોની પરવાનગી ન લીધી હોવાનો આક્ષેપ થયો
છે.ઈમરાન હાશમી અને યામી ગૌતમની આ ફિલ્મ મુસ્લિમ મહિલાના છૂટાછેડા પછીના મેઈનટેનન્સના હક વિશેની વાત લઈને આવી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું લોકપ્રિય થયું છે અને ફિલ્મ આવતા શુક્રવારે એટલે કે ૭મી નવેમ્બરે થિયેટરમાં આવી રહી છે.લેન્ડમાર્ક કેસ તરીકે ઓળખાતા શાહબાનો કેસની પ્રાત્ત વિગતો અનુસાર એડવોકેટ પતિ સાથે પરણેલી શાહ બાનોનાં પતિએ બીજા લગ્ન કર્યા અને પહેલી પત્નીને ત્રિપલ તલ્લાક આપી તેનાં સંતાનોની જવાબદારીથી હાથ ખંખેરી લીધા. ૧૯૭૮નાં આ કેસમા શહબાનો કોર્ટ ગયાં હતા અને સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લોથી ઉપર સેક્યુલર લો છે અને તે ન્યાયે મુસ્લિમ મહિલાઓને પણ છૂટાછેડા બાદ મેઈનટેનન્સ મળવું જાેઈએ તેવો આદેશ આપ્યો હતો.જાેકે તત્કાલીન સરકારે મુસ્લિમોના વિરોધની સામે નમતું જાેખી અધ્યાદેશ બહાર પાડી આ કાયદાનો અમલ થવા દીધો ન હતો. સામાજિક દબાણ એટલું હતું કે શાહબાનોએ પોતાનો કેસ પાછો ખેંચવો પડ્યો હતો અને આજીવન મેઈનટેનન્સ પણ લીધું ન હતું. જાેકે થોડા સમય બાદ તેમનાં વકીલ ડેનિયલ લતીફીએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો અને મુસ્લિમ મહિલાઓને પણ તલ્લાક બાદ પતિ તરફથી ભરણપોષણ માટેની એક યોગ્ય રકમનો હક છે, તેવો કાયદો પસાર થયો.




