
બંનેએ એકબીજાને અનફૉલો કર્યા ચહલ અને આરજે મહવશની મિત્રતા વચ્ચે તિરાડના સંકેત વર્ષ ૨૦૨૫માં એક યુટ્યુબર સાથેની વાતચીતમાં ચહલે આરજે મહવશ સાથેના તેના રિલેશન વિશે ખુલીને વાત કરી હતી
અભિનેત્રી ઇત્ન મહવશ છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના રૂમર્ડ રિલેશનશિપ કારણે હેડલાઇન્સમાં છે. ચહલે તેની પત્ની ધનશ્રી વર્માને છૂટાછેડા આપી દીધા. આ પછી, ઇત્ન મહવશ સાથેની તેની મિત્રતા ઘણીવાર ગાઢ બનતી જાેવા મળી છે. બંનેના પ્રેમ સંબંધોની અફવાઓ પણ સામે આવી છે. ચાહકોએ તેમના ડેટિંગ વિશે અનુમાન લગાવ્યું. ઇત્ન મહવશે પણ ચહલને પોતાનો સારો મિત્ર બતાવ્યો છે અને ઇન્ટરવ્યુમાં ઘણી વખત તેની પ્રશંસા કરી છે. પરંતુ હવે આ મિત્રતા તૂટતી દેખાઈ રહી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હોવાનું સામે આવ્યું છે.વર્ષ ૨૦૨૫માં એક યુટ્યુબર સાથેની વાતચીતમાં ચહલે ઇત્ન મહવશ સાથેના તેના રિલેશન વિશે ખુલીને વાત કરી હતી. ચહલે કહ્યું હતું કે, “એવું હોય છે કે તમે કોઈ સાથે પહેલી વખત જાેવા મળો છો તો લોકો તમારી રિલેશનશિપનો અંદાજ લગાવે છે.
પરંતુ તેને લઈને અમે રોવા તો નહીં બેસીએ. લોકોને જે કરવું હોય તે કરે જ છે. તેણે(ઇત્ન મહવશ) પણ ક્લિયર કર્યું છે ને હું પણ. મહવશે મારા ખરાબ સમયમાં સાથ આપ્યો અને લોકો તેમને જ ખરાબ ગણી રહ્યા છે, તે વાત મને ખોટી લાગે છે.”ઇત્ન મહવશે યહલનો ઉપયોગ પોતાના કરિયરને આગળ વધારવા માટે કર્યાે હોવાનો ટ્રોલ્સે આરોપ લગાવ્યો હતો. જાેકે, આ મામલે મહવશે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. મહવશે પણ ચહલ સાથેની પોતાની મિત્રતાનો સ્વીકાર કર્યાે અને કહ્યું કે, તે ખૂબ જ સારો વ્યક્તિ છે. ચહલ શાનદાર ક્રિકેટ રમે છે અને હું તેના કરિયારમાં પ્રગતિ કરે તે જાેવા માગુ છું.ઇત્ન મહવશ અને ચહલે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. કથિત અફેર અને ડેટિંગની અફવાઓ વચ્ચે તેમનું અનફોલો કરવાથી તેમની મિત્રતામાં તિરાડ પડી હોય તેમ લાગે છે. ચાહકોએ અનુમાન લગાવ્યું છે કે, તેમની મિત્રતા તૂટી ગઈ છે. જાેકે, આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.




