
પ્રિયંકાની ધ બ્લફના પ્રીમિયરમાં વિન ડિઝલે તેનાં વખાણ કર્યાં વિન ડીઝલે પ્રિયંકાની તુલના નેલ્સન મંડેલા સાથે કરી લોસ એન્જેલસના ટીસીએલ ચાઇનીઝ થિયેટરમાં યોજાયેલા ‘ધ બ્લફ’ના વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મના કલાકારો સિવાય પણ ગ્લેમરસ હાજરી જાેવા મળી.
વિન ડીઝલે ‘ધ બ્લફ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાનાં અભિનયના વખાણ કર્યા અને તેની પ્રતિભા સાથે સાથે યુરોપમાં સ્ક્રીનિંગ દરમિયાન તેનાં બાળકો સાથે તે કેટલી હળી-મળી ગઈ હતી, તેનાં પણ વખાણ કર્યા હતા.હોલિવૂડ સ્ટાર વિન ડીઝલ લોસ એન્જેલિસમાં યોજાયેલા એક્શન થ્રિલર ફિલ્મ ‘ધ બ્લફ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાને મળ્યો અને તેનાં અભિનયના ખૂબ ખાણ કર્યા હતા. તેણે પ્રિયંકાને અદ્ભુત પ્રતિભાશાળી ગણાવી અને કહ્યું કે યુરોપમાં ફિલ્મના એક સ્ક્રીનિંગ દરમિયાન તે તેમના બાળકો સાથે ખૂબ પ્રેમથી મળી હતી. તેણે બંનેનો જન્મદિવસ એક જ દિવસે હોવાનો ઉલ્લેખ કર્યાે અને પ્રિયંકાએ પોતાના કામથી જે અસર ઉભી કરી છે, તેની સરખામણી નેલ્સન મંડેલા જેવા મહાન વ્યક્તિત્વ સાથે કરી, જેમણે દુનિયાને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યાે હતો.પ્રિયંકા વિશે મીડિયા સાથે વાત કરતા વિન ડીઝલે કહ્યું,
“સૌ પ્રથમ, હું તમને એક નાનું રહસ્ય કહું છું. આ ફિલ્મમાં પ્રિયંકાનું કામ અદ્ભુત છે અને તેનામાં અવિશ્વસનીય પ્રતિભા છે અને યુરોપમાં જ્યારે મારા બાળકો માટે સ્ક્રીનિંગ હતું ત્યારે પ્રિયંકા તેમની સાથે ખૂબ જ પ્રેમથી હળી-મળી ગઈ હતી. રસપ્રદ વાત તો એ છે કે અમારો જન્મદિવસ એક જ દિવસે છે અને પ્રિયંકાને જાેઇને મને સ્વર્ગસ્થ નેલ્સન મંડેલાની યાદ આવે છે. તો પ્રિયંકા, નેલ્સન મંડેલા અને હું – અમે બધા આ દુનિયાને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”લોસ એન્જેલસના ટીસીએલ ચાઇનીઝ થિયેટરમાં યોજાયેલા ‘ધ બ્લફ’ના વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મના કલાકારો સિવાય પણ ગ્લેમરસ હાજરી જાેવા મળી.




