
રાજકુમાર સંતોષીએ કહ્યું, હું કોઈને મનાવવા માગતો નથી.આમિરની ‘લાહોર ૧૯૪૭’નવા નામ સાથે રિલીઝ થશે?આ ફિલ્મની રિલીઝ ડેટ અનેક વાર બદલાઈ ચુકી છે. આ અસગર વઝાહતના નાટક ‘જિસને લાહોર નહીં દેખ્યા ઓ જમાયી ની’ પરથી પ્રેરિત છેઆમિર ખાન અને રાજકુમાર સંતોષી ‘લાહોર ૧૯૪૭’ પર લાંબા સમયથી ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ અનેક વાર બદલાઈ ચુકી છે. આ અસગર વઝાહતના નાટક ‘જિસને લાહોર નહીં દેખ્યા ઓ જમાયી ની’ પરથી પ્રેરિત છે તેવી પણ જાહેરાત થઈ ચુકી છે. આમિર ખાને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, તેણે આ ફિલ્મના લેખકોને કહ્યું કે તે ‘સિતારેં ઝમીન પર’ પછી ફિલ્મ રિલીઝ કરવા માગે છે. એ વાત પણ જાહેર થઈ એને લાંબો સમય વિતી ગયો છે. ત્યારે હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મ નવા નામ સાથે રિલીઝ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાનના કોઈ શહેરના નામ પરથી આપણી ભારતીય ફિલ્મ ન હોઈ શકે. ખાસ આજની રાજકીય પરિસ્થિતિમાં ન બની શકે.આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તે અંગે રાજકુમાર સંતોષીએ કહ્યું, “તમારે મારા પ્રોડ્યુસર આમિર ખાનને પૂછવું જાેઈએ કે
લાહોર ૧૯૪૭ ક્ટારે રિલીઝ થઈ રહી છે. જાે ફિલ્મનું નામ બદલવાનું હોય તો, હું તેની બિલકુલ વિરુદ્ધમાં છું. એ બિલકુલ એક પ્રોડ્યુસરનો ર્નિણય છે. પરંતું હું આ રીતે કોઈને ખુશ કરવાની વિરુદ્ધમાં છું. મેં આ ફિલ્મ કરવા માટે ૨૦ વર્ષ સુધી રાહ જાેઈ છે. તમે આ ફિલ્મને મારો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકો છો. જે થવાનું હશે એ થશે જ. હું તો આ ફિલ્મ સની સાથે બનાવવાનો હતો. એ આ રોલ માટે પરફેક્ટ છે. તે આ પ્રકારના રોલ માટે પડદા પર એક ક્લાસિક અને કન્ટેમ્પરરીનું મિશ્રણ લઇને આવે છે. મારી સની સાથે પહેલાંની ફિલ્મ ‘ઘાયલ’, ‘ઘાતક’ તેના કૅરિઅરની નોંધપાત્ર ફિલ્મ રહી છે અને મારી પણ. હવે મને વિશ્વાસ છે કે લાહોર ૧૯૪૭ની પણ એવી જ અસર હશે.”આ ફિલ્મમમાં રાજકુમાર સંતોષી શબાના આઝમી સાથે પણ કામ કરી રહ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું, “તેમણે ૫૦ વર્ષ સુધી દર્શકોને ચકિત કર્યા છે. આપણે જ્યારે એવું વિચારીએ કે હવે તેઓ નવું શું કરી શકશે, ત્યાં જ તેઓ વધુ એક કૅરિઅરની નવી દિશા આપનારી ફિલ્મ સાથે આવી જાય છે, જેમકે લાહોર ૧૯૪૭. મારી વાત માનો, મારી ફિલ્મમાં એમને જાેઈને થિએટરમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય, જેની આંખો ન ભીંજાય. તે ઘણી રીતે ફિલ્મની કેન્દ્રમાં રહેલાં છે. તેમણે અમને બધાંને પણ અચિંભિત કરી દીધાં હતાં. હું તેમની સાથે આગળ પણ કામ કરવા ઉત્સુક છું.”




