Jungadh Rain : ભારે વરસાદને કારણે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના 30 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. વાસ્તવમાં આ ગામો તરફ જતા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વંથલી વિસ્તારમાં 361 મીમી વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી.
તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને રાજ્યના દક્ષિણ વિસ્તારમાં 10 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
NDRF એ ટીમને કેશોદ, જૂનાગઢ મોકલી
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે રસ્તાના કાપને કારણે ફસાયેલા લોકોને મદદ કરવા જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક ટીમ મોકલી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાનાં 30 જેટલાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના કારણે જિલ્લાને જોડતા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં કેશોદ, માણાવદર અને વંથલીનો સમાવેશ થાય છે.