
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત દેશ ભરમાં સુપ્રસિદ્ધ ઓલીયા શહેનશાહે સુરત હઝરત ખ્વાજા દાના સાહબની દરગાહ શરીફ બડેખા ચકલા સંદલ ઉર્સની ઉજવણી કોમી એકતાના માહોલમાં ૪૩૨ માં વર્ષનો સંદલ તા.૧૮-૦૭-૨૦૨૬ – શનિવાર ના રોજ અને ઉર્સ તા.૧૯-૦૭-૨૦૨૬ રવિવારના રોજ સજ્જદાનશીન મીર સૈયદ ફીરોઝ સૈયદ ઇબ્રાહીમની સરપરસ્તીમાં થશે. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર ઇકબાલભાઈ પટેલ, દરગાહ ટ્રસ્ટીઓ સૈયદ આહમદભાઈ, સૈયદ અલ્તાફભાઈ તથા હાજી નાશીરભાયા, મુન્ના બાપુ, હાજી ખલીલભાઈ ચાવાળા, ગુલામ મુસ્તુફા, અલાઉદ્દીન પટેલ, આસીફ પટેલ, સમીર નાનવાલા, આરીફ ટેલર, અમીન બાપુ, બાબા દરગાહ, અકરમ
પઠાણ, માજીદ પટેલ, હુનેફ શેખ વગેરે દરગાહ શરીફના આજુબાજુના વિસ્તારમાં બડેખા ચકલામાં મુખ્ય માર્ગ સાગર હોટલ પાસે, ઢીંગલી ફળીયા, કાજીનું મેદાન, પખાલીવાડ, નાનપુરા, બાલાપીર દરગાહ પાસે, ગોપીપુરા, મોમનાવાડ મેઇન રોડ થી સગરામપુરા ચોકી સુધી વગેરે વિસ્તારમાં સાફ-સફાઈ કાર્ય જંતુનાશક દવાનો છંટકાવ, બ્રશીંગ સ્ક્રેપીંગ પેચવર્ક પાણીની પરબો પર બે દિવસ વિના મુલ્યે પાણીના ટેન્કરો ફાળવવા, ડ્રેનેજ લાઈન સાફ સાફઈ કરાવવી આ ઉપરાંત બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા મ્યુની. કમિશ્નરશ્રી એમ. નાગરાજન અને લાગતા વળગતા અધિકારીશ્રીઓને રજુઆત કરી છે. માજી કોર્પોરેટર ઇકબાલ પટેલ, નાયબ સજ્જાદાનશીન સૈયદ ફૈઝલ બાવા વિગેરેએ આ ઉપરાંત અઠવા પોલીસ પથકના ઈન્સ્પેકટર પી.એચ. ભાટી સાહેબને રૂબરૂ મળીને બે દિવસના સંદલ, ઉર્સ કાર્યક્રમ નિમિતે યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ રજુઆત કરી હતી.




