
બંધ હાલતમાં પડેલી નીરવ મોદીની કંપનીમાં આગ.ફાયર વિભાગે ૬ કલાકે આગને કાબૂમાં લીધી હતી : આ આગમાં દસ્તાવેજાે સહિત બધુ જ બળીને ખાખ થયું છે.દેશના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની સુરતની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ લાગતા કૂતુહલ સર્જાયું છે. મોડી રાતે આગ લાગી હતી, જેમા બીજા દિવસે ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને ઝપેટમાં લીધો હતો. જેના બાદ ફાયર વિભાગે ૬ કલાકે આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં દસ્તાવેજાે સહિત બધુ જ બળીને ખાખ થયું છે. પરંતું સવાલ એ છે કે, આખરે બંધ કંપનીમાં આગ લાગી કેવી રીતે.
સચિન જીઈઢમાં સીલ કરેલી નીરવ મોદીની કંપનીમાં મોડી રાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોડી રાતે કંપનીમાં રહસ્યમય સંજાેગોમાં આગ લાગી હતી. પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. જે બાદમાં પહેલા માળ સુધી પહોંચી હતી. બંધ કંપનીમાં લાગેલી આગમાં દસ્તાવેજાે બળીને ખાખ થયા છે. ત્યારે આ આગ અનેક સવાલ પેદા કરી રહી છે. આખરે બંધ કંપનીમાં આગ કેવી રીતે લાગી.
આગના અકસ્માતની આડમાં પુરાવા નષ્ટ કરવાની પ્રયાસ કરાયો હોય તેવી આશંકા છે. આ આગમાં મહત્વના દસ્તાવેજાે, કાગળનો જથ્થો ઈલેક્ટ્રીક વાયરીંગ, ફર્નિચર, એસી કોમ્પ્યુટર, તિજાેરી સહિતનો માલ સામાન બળીને ખાખ થયો છે. સદનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
કંપની કસ્ટમ નિયમોના કારણે સીલ થઈ હોવાથી બંધ હાલતમાં હતી. જાેકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પાંચ થી છ કલાકની કામગીરી બાદ આગ કાબુમાં આવી છે. આ કંપની ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની છે. સતત બે દિવસ સુધી લાગેલી આગે અનેક શંકાઓ ઊભી કરી છે. આ કંપની ઈડ્ઢ દ્વારા સીલ કરવામાં આવતા વર્ષોથી બંધ છે. અહીંના વીજળી, પાણી, ડ્રેનેજ સહિતના બધા કનેક્શન કાપેલા હોવા છતાં આગ લાગી કેવી રીતે લાગી તે સૌથી મોટા સવાલ ઊભો થાય છે. આગ લાગી કે લગાવવામાં આવી તે પણ એક મોટો સવાલ છે.
પહેલા ગુરુવારે મોડી રાતે આગ લાગી હતી. જેના બાદ આગ ફેલાઈ હતી, તેને બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતું શુક્રવારે ફરીથી આગ લાગી હતી, અને તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં બધુ નષ્ટ થઈ ગયુ હતું.
આ આગ પુરાવા નષ્ટ કરવા માટે લગાડાઈ હોવાનું વધુ ચર્ચાઈ રહ્યું છે. આખરે બંધ કંપનીમાં એવા તો કયા પુરાવા હતા, જેને નષ્ટ કરવા માટે આવું કરાયું અને આવું કોણે કર્યું તે મોટો સળગતો સવાલ છે.




