
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરમાં DCP તરીકે SOG શાખામાં ફરજ બજાવતા રાજદીપ નકુમ તેમના વર્તનના કારણે છેલ્લા દોઢ બે મહિનાથી ચર્ચામાં છે. તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ સુરત શહેરના વેડ રોડ ઉપર આવેલ નાસિર નગરના મકાનો તોડવામાં સૌથી મોટું પીઠબળ રાજદીપસિંહ નકુમે પૂરું પાડેલ છે. તેઓની ફરજ ના હોવા છતાં બનાવના સ્થળે પહોંચી જઈ બિલ્ડર સાથેના મેળાપીપણામાં અંગત લાભ માટે ભૂંડી ભૂમિકા ભજવેલ છે. સુરત મ.ન.પા એ બળજબરીપૂર્વક નાસિરનગર ના ૧૫૦ જેટલા મકાનો ધ્વસ કરાવેલ છે. તે સમયે મકાનોના માલિકોને જ્યારે હાઇકોર્ટમાં જવું હોય તો જાવ તેવી ખુલ્લી ધમકી પણ તેઓએ આપેલ હતી. હાલ આ બાબત ગુજરાત હાઇકોર્ટમાં
પેન્ડિંગ છે. અને નામદાર હાઇકોર્ટ ધ્વારા જેઓના મકાનો તોડી પાડવામાં આવેલ છે તેઓને ન્યાય મળશે. હાલ સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હિંસક હુમલાની ઘટનામાં કેટલાક આરોપીઓને SOGની ટીમ ધ્વારા પકડવામાં આવેલા અને તેઓને જાહેરમાં સરઘસ કાઢીને SOGના DCP નકુમ ધ્વારા દંડાથી માર મારી રહ્યા છે એવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ફરતા થતાં તે અંગે ઉઠેલા સવાલોમાં પોલીસનું આ વર્તન કેટલા અંશે વ્યાજબી કહેવાય? કોઈ ગુનેગારને સજા કરવાનો અધિકાર માત્રને માત્ર અદાલતને છે. ત્યારે આ DCP નકુમ કઈ સત્તાના આધારે આરોપીઓને બેરહેમીથી મારી રહેલ છે. કોઈ આરોપીનો ગુનો સાબિત થાય તે પહેલા પોલીસ આવો અત્યાચાર ગુજારે તે જરા પણ વ્યાજબી નથી.
ગુજરાત રાજ્યના હાલના પોલીસ વડાએ જાહેર નિવેદન કરી આરોપીઓના વરઘોડા કાઢવા અને તેઓને જાહેરમાં હાથકડી પહેરાવીને કે માર મારવા અંગે ચેતવણી આપેલ છે. છતાં સુરત શહેરનો આ બનાવ જોતાં એમ લાગે છે કે SOG ના DCP નકુમ ધ્વારા પોલીસ વડાના અપાયેલા આદેશને જાણે કે ઘોળીને પી જવાયું હોય એમ DCP નકુમ જાતે પોતાની લાકડી ધ્વારા આરોપીઓને બેરહેમીથી મારી રહેલ છે. એ જોતાં સદર શંકાસ્પદ આરોપીઓને બેરહેમીપૂર્વક માર મારી DCP નકુમ સરેઆમ સત્તાનો દૂર ઉપયોગ કરી ઉચ્ચ અધિકારીઓના આદેશોને પણ અભરાઇએ ચડાવી રહેલાનું વિડિયોમાં સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે જે અનેક લોકોએ જોયેલ છે.
નામદાર સુપ્રિમ કોર્ટ અનેક કેસોમાં આરોપીઓના અધિકાર અંગે દબાણ કરેલ છે. અને આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવવા કે કોર્ટમાં હાથકડી પહેરાવી લાવવા એ કાયદાનું અપમાન છે.તેમ જણાવેલ છે છતાં કેટલાક DCP નકુલ જેવા અધિકારીઓ કાયદાનો ભંગ કરી રહેલ છે. સુરત શહેરમાં રોજ ખૂન, ચોરી, બળાત્કાર જેવા બનાવો બનતા રહે છે. તેને ડામવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે.
સુરત શહેરના કામરેજ રોડ લસકાણા ગામે એક નિર્દોષ છોકરીનું એકતરફી પ્રેમમાં પાગલ થયેલ યુવાને જાહેરમાં ગળું કાપીને હત્યા કરી આ છોકરીને બચાવવા કોઈએ હિંમત કરી નહીં અને લોકો વિડીયો ઉતારતા રહ્યા. રાજયના ગૃહમંત્રીએ આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે એવી ખોટી ખોટી જાહેરાતો કરી. પરંતુ આજદિન સુધી આ શાસનમાં કોઈને ફાંસી આપવામાં આવેલ નથી.
DCP નકુમ વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થયેલ છે. સામાજિક સેવા સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્ર દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ મેવાડા ધ્વારા જાહેર નાગરિકોના હક્કો માટે રાજદીપસિંહ નકુમ જેવા અધિકારીના ગેરવર્તાવ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાનું નક્કી કરેલ છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંધવી કાયદા અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. જ્યાં ગુજરાતનું કોઈ એવું નાનામાં નાનું ગામ નહીં હોય કે ત્યાં કાયદાના ધજિયા નહીં ઉડતા હોય? અને ગુનાઓ રોજ રોજ બની રહ્યા છે. સરકારે પણ કાયદામાં રહેવું જોઈએ. અને કાયદાનું પાલન કરવું જોઈએ. જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. હાલ સત્તામાં છો સત્તા ક્યારે જતી રહેશે તે નક્કી નથી. માટે કાયદા આગળ સૌ સરખા નાગરિક છો. એ ના ભૂલાવું જોઈએ.




