
આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિડિયો માધ્યમ દ્વારા જણાવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યથાવત છે. ભલે તે જમીન માપણીની વાત હોય, ખેડૂતોએ પકવેલા અનાજના ભાવની વાત હોય કે સિંચાઈના પાણીની સમસ્યા હોય., આવી અનેક સમસ્યાઓથી ગુજરાતના ખેડૂતો ત્રસ્ત છે ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને રજૂ કરવા માટે અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીજી અને મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તા. 26 મી માર્ચ, ગુરુવારના રોજ લાલપુર ખાતે સાંજે 5 વાગ્યે હાજર રહેશે. હું આપ સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું.




