
આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, સોમવાર, ૨૭ જુલાઈના રોજ છોટાઉદેપુરમાં ’આપ’ ના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક વિશાળ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ પર જે રીતે ખોટા કેસો કરવામાં આવ્યા છે, તેમાંથી તેમને વહેલી તકે મુક્તિ મળે તે હેતુથી તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને યુવાનો કાલે છોટાઉદેપુરમાં એકત્રિત થશે. ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આ સરકાર પોતાની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરી રહી છે અને જે નેતાઓ લોકોના હક માટે લડત આપે છે, તેમના પર ખોટી એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવે છે. આ તાનાશાહી સામે અવાજ ઉઠાવવા અને આપણા આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈના સમર્થનમાં ચલાવવામાં આવેલા ‘સિગ્નેચર કેમ્પેઇન’ (હસ્તાક્ષર અભિયાન)ના પત્રો પણ કલેક્ટર મારફતે મોકલવામાં આવશે. આથી, તમામ આગેવાનો અને યુવાનોને અપીલ છે કે ૨૭ જુલાઈ, સોમવારે બહોળી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત રહે.




