
લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદ પડી શકે હવામાન વિભાગની નવી આગાહી, ચાર દિવસ પડશે ભારે વરસાદ રાજ્યના નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થતાં આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા જાેરદાર બેટિંગ કરી શકે છે, જેના પગલે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે.
૧૩ સપ્ટેમ્બર: ૧૩ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જાેર વધુ વધવાની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
૧૪ સપ્ટેમ્બર: ૧૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી રાઉન્ડ સક્રિય રહેવાની આગાહી છે. અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
૧૫ સપ્ટેમ્બર: ૧૫ સપ્ટેમ્બરે વરસાદનો રાઉન્ડ સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વચ્ચે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.




