
૬૦૦ કરોડની લોન સામે આવક ૪૫૦ કરોડબસ સેવા પુરી પાડતી AMTS માં આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા જેવો ઘાટ AMTSનું ૯૯૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : મુસાફરોની સુવિધા માટે ગ્રીન બસ શેલ્ટરનો નવતર પ્રયોગ હાથ ધરાશે શહેરજનોને ટ્રાન્સપોર્ટની સિટી બસ સેવા પૂરી પાડતી AMTS માં આવક કરતા લોનનું દેવું વધુ હોવાનું સામે આવ્યું છે. AMTS ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ ૬૦૦ કરોડની લોન સામે આવક ૪૫૦ કરોડ જ છે. એટલે ક્યાંકને ક્યાંક AMTS માં આમદની અઠ્ઠનની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ છે. જાેકે AMTS દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું ૯૯૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૩૦ સુધીમાં AMTS ની તમામ બસોને ઈફ કરવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે. શહેરમાં દોડતી તમામ સિટી બસોને ઇલેક્ટ્રિક વહીકલમાં કન્વર્ટ કરવાનું લક્ષ્યાંક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રાખવામાં આવ્યું છે.
AMTS નું ૯૯૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે મુસાફરોની સુવિધા માટે ગ્રીન બસ શેલ્ટરનો નવતર પ્રયોગ પણ હાથ ધરાશે. આ ઉપરાંત અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ડ્રાઇવર માટે મોબાઇલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. જાે કે AMTS ના આ બજેટમાં AMTS માં આવક કરતા જાવક વધુ જાેવા મળી છે એટલે કે આમદની અઠન્ની અને ખર્ચા રૂપિયા જેવો ઘાટ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી AMTS એ ૬૦૦ કરોડની લોન લીધી હતી જેની સામે છસ્જીની વાર્ષિક આવક માત્ર ૪૫૦ કરોડ જ છે. જાેકે તંત્રના અધિકારીઓને વિશ્વાસ છે કે બસોની સંખ્યા વધશે એટલે આવક વધશે.
AMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ AMTS કમિશનર અમૃતેશ્વર ઔરંગાબાદકરએ જણાવ્યું કે, બસો માટે મલ્ટી ટ્રાન્સપોર્ટ ચાર સ્થળો પર બનાવવામાં આવશે. તેમજ મુસાફરો માટે નવા રૂટો અને તમામ બસો સમયસર મળે તેવું આયોજન કરવામાં આવશે. જે માટે ૧૫૦૦ બસો ઓન રોડ રાખવામાં આવશે. ૨૦૩૦ દિવસ સ્માર્ટ શેલ્ટરના કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રીન શેલ્ટર આ વર્ષે બનાવવાનું નક્કી કર્યું છે. ગ્રીન શેલ્ટર ૨૦ બનાવવામાં આવશે, વૃક્ષો શેલ્ટર પાસે ઉગાડવામાં આવશે.
તેઓએ જણાવ્યું કે, સિટી બસોમાં દરરોજ ૫.૫૦ લાખ લોકો મુસાફરી કરે છે. ૨૦૨૬-૨૭માં AMTS નું લોનનું દેવું રૂ. ૬૦૦ કરોડ સુધી પહોંચશે અને આવક રૂ. ૪૫૦ કરોડની આવક છે.




