
ટાઈફોઈડના કેસ સામે આવ્યા બાદ અમદાવાદ મનપા હરકતમા.મીનરલ વોટરના જગ વેચનારા ૧૩ એકમોને AMCએ સીલ કર્યા.ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવ્યા બાદ અમદાવાદ મનપા હરકતમાં આવી છે. રોગચાળાને વકરતો અટકાવવા માટે અમદાવાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મીનરલ વોટર જગ સપ્લાયર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની કાર્યવાહીથી મીનરલ વોટર વેચનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.
અમદાવાદ મનપા દ્વારા રોગચાળાને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મીનરલ વોટર જગ વેચતા વિતરકો ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા ૧૯૪ વોટર જગ સપ્લાયર સામે તપાસ કરાઈ છે. AMCની ટીમને તપાસમાં ૨૦ સ્થળો પર ક્લોરિનની કોઈ વ્યવસ્થા મળી નહોતી. આ ૨૦ પૈકીના ૧૩ એકમોને મહાનગર પાલિકાની તપાસ ટીમે સીલ મારી દીધું હતું. સાત એકમોમાં ક્લોરિન ડક ફીટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વોટર જગ સપ્લાયર એકમો પર ચેકીંગ કરવામાં આવશે.




