
ફાર્મ હાઉસમાં ચાઈનીઝ દોરીનો જથ્થો સંતાડ્યો હતો.સાણંદમાંથી ૭.૪૮ લાખનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો.રેન્જ આઈજી વિધી ચૌધરી, એસપી એમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.ઉત્તરાયણ નજીક આવતા જ ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ શરૂ થઈ ગયું છે. ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ લેન્ટનના ઉત્પાદન અને વેચાણ તથા નાઈલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલી હોય અને નોન બાયો ડીગ્રેબલ હોય તેવા ચાઈનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા શખ્સોને શોધી કાઢવા અમદાવાદ રેન્જ આઈજી વિધી ચૌધરી, એસપી એમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ર્જીંય્ પોલીસને માહિતી મળી હતી કે સાણંદમાં નાની ગોલવડ ખાતે રહેતા ભીખાભાઈ એસ.રાણા અને તેમનો પુત્ર રાજુ રાણા ચોરી છુપીથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો નળ સરોવર જતા રોડ પર રણમલગઢ ગામની સીમમાં રોડ પર અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાં ઉતારેલો છે ત્યાંથી તેઓ વેચાણ કરે છે.
જેને આધારે પોલીસે અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ૩૯ બોક્સ કબજે કર્યા હતા. જેમાં ૧૮૭૨ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૭,૪૮,૮૦૦ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે ભાખાભાઈ એસ.રાણા, રાજુ ભીખાભાઈ રાણા અને અશોક મુળજીભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. .




